
આસીફ શેખ લુણાવાડા
બાલાસિનોરમાં શ્રાવણિયો જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા
બાલાસિનોર નગર વિસ્તારમાં આવેલા જેલ ટેકરા વિસ્તારમાં શ્રાવણ માસમાં જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી જે બાબતે પોલીસે તપાસ કરતા પાંચ જુગારીઓ પોલીસના હાથમાં આવી ગયા હતાં.
પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર બાલાસિનોર પોલીસ ઈસ્પેક્ટરને અંગત બાતમી આધારે માહિતી મળી હતી કે બાલાસિનોર નગર વિસ્તારમાં આવેલ જેલ ટેકરા વિસ્તારમાં જુગાર રમાઈ રહ્યો છે જે આધારે પોલીસ રેડ કરતા જાકીર હુસેન કાલુભાઈ શેખ,તાલિબ અયુબ પઠાણ, મોસીન ઇસુફ પઠાણ,મહેબૂબ દિલાવર પઠાણ, જફરુલ્લા પઠાણ તમામ રહે બાલાસિનોરનાઓને ઝડપી પાડી ૧૭૬૩૦નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
[wptube id="1252022"]