
આસીફ શેખ લુણાવાડા
મુસ્લિમ ટીચર્સ એસોસિએશન અને એ. એમ. પી. લુણાવાડા દ્વારા તેજસ્વી બાળકોનું સન્માન કરવામાં આવ્યું.
આપણા શહેર લુણાવાડામાં તારીખ ૦૭/૦૯/૨૦૨૩ ને ગુરૂવારના રોજ આપણા દેશના મશહુર તથા મહાન બુઝુર્ગ હઝરત મૌલાના મુફતી સય્યદ અફફાન સાહબ મનસુરપુરી દા.બ. તશરીફ લાવ્યા હતા અને મુસ્લિમ ટીચર્સ એસોસિએશન લુણાવાડા તેમજ એ.એમ.પી. લુણાવાડા ટીમ દ્વારા આયોજિત સન્માન સમારોહ માં ધોરણ 10,12 અને કોલેજ કક્ષાએ ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરનાર કુલ 54 તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટીફીકેટ આપી સન્માનિત કર્યા હતા..
સદર કાર્યક્રમમાં નિવૃત થયેલ શિક્ષકો તેમજ ડોક્ટર્સ, વકીલ અને એન્જિનિયર બનેલ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યુ હતું. સન્માન સમારોહ માં આવેલ ખુશુશી મહેમાને પોતાની મધુર વાણીથી બધાને નવાજ્યા હતા અને દુઆ બાદ કાર્યક્રમ ની પુર્ણાહુતી કરવામાં આવી.સન્માન સમારંભમાં ખુશુશી મહેમાનનું સ્વાગત, પરિચય અને આભારવિધી મુફ્તી ખાલીદ સાહેબ દ્વારા કરવામાં આવેલ હતી.