SAYLASURENDRANAGAR
લોયા સ્વામિનારાયણ મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણની સેવા કરી રહ્યાની તસવીરો વાયરલ

સાળંગપુરમાં હનુમાનજીની ઊંચી પ્રતિમા નીચે હનુમાનજીને સહજાનંદ સ્વામી એટલે કે સ્વામી ના દાસ બતાવતા વિવાદિત ભીંત ચિત્રોનો મામલો હવે વધુ ઉગ્ર બની રહ્યો છે. સાધુ-સંતો અને સામાજિક સંસ્થાઓ આ બાબતે રોષ ઠાલવી રહ્યાં છે અને વિવાદિત ભીંતચિત્રો સત્વરે દૂર કરવાની માંગ કરી રહ્યાં છે, એવામાં હવે સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણની સેવામાં રત બતાવાયા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકામાં સુદામડાથી પાળીયાદ જતા રસ્તે વચ્ચે લોયા ગામ આવે છે. આ લોયા ગામમાં સ્વામીનારાયણ મંદિરમાં એક નક્શીકામમાં હનુમાનજીને સ્વામિનારાયણની સેવામાં રત બતાવાયા છે. સ્વામીનારાયણ ધ્યાનસ્થ છે જયારે હનુમાનજી નીચે બેસી તેમને ફળ અર્પણ કરી રહ્યા છે. લોયા સ્વામિનારાયણ મંદિરના નામે આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

[wptube id="1252022"]




