
નર્મદા જિલ્લામાં ભાજપ દ્વારા તાલુકા જિલ્લા પંચાયતો પાલિકાના પ્રમુખો માટે સેન્સ લેવાયાં
નર્મદા જિલ્લાની ભાજપ શાસિત પાંચેય તાલુકા પંચાયતો જિલ્લા પંચાયત તેમજ રાજપીપલા નગરપાલિકામાં નવા પ્રમુખ ઉપ્રમુખોની થશે નિમણુક
ભાજપના ત્રણ નિરીક્ષકોએ રાજપીપલા નજીક ખોડીયાર હોટલ ખાતે કાર્યકર્તાઓની રજુઆત સાંભળી
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રમુખ અને ઉપ્રમુખના અઢી વર્ષ પૂર્ણ થયા ત્યારે નિયમોનુસાર નવા પ્રમુખ ઉપ્રમુખની વરણી કરવાની હોય છે ત્યારે નર્મદા જિલ્લામાં પાંચ તાલુકા પંચાયત , એક જિલ્લા પંચાયત અને રાજપીપલા નગરપાલિકા આમ તમામ જગ્યાએ ભાજપનું શાસન છે ત્યારે રાજપીપલા નજીક ખોડિયાર હોટલ ખાતે ભાજપના ત્રણ નિરીક્ષકો દ્વારા આજે કાર્યકર્તાઓને સંભાળવામાં આવ્યા હતા જેમાં વિવિધ તાલુકાઓમાંથી કાર્યકર્તાઓ દ્વારા પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવી હતી અને નિરીક્ષકો સામે પોતાની વાત મૂકી હતી
નિરીક્ષકો માં પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ, રાજેશભાઈ દેસાઈ ડાંગ જિલ્લા પ્રભારી, તેમજ મહિલા મોરચાના પ્રદેશ મહામંત્રી તૃપ્તિબેન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા રાજેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નિયમો અનુસાર પ્રમુખ બદલાવાના છે ત્યારે ભાજપ દ્વારા આજે નર્મદા જિલ્લામાં કાર્યકરોને સાંભળવા માટે ત્રણ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે ત્યારે આજે અમે કાર્યકર્તાઓને સાંભળ્યા છે નર્મદા જિલ્લામાં ચૂંટાયેલ પાંખમાં એકતા નું વાતાવરણ છે જે જોતા આનંદ થયો અમે કાર્યકર્તાઓને સાંભળીશું રિપોર્ટ પ્રદેશમાં મોકલીશું અગામી સમયમાં કોણ પ્રમુખ ઉપ્રમુખ બનશે તે પર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે






