NANDODNARMADA

રક્ષાબંધનના દિવસે રાજપીપલા ડેપોમાંથી મહિલાનું પર્સ ચોરાયુ, રોકડ દાગીના સહિત ૭૩ હજારની ચીલઝડપ

રક્ષાબંધનના દિવસે રાજપીપલા ડેપોમાંથી મહિલાનું પર્સ ચોરાયુ, રોકડ દાગીના સહિત ૭૩ હજારની ચીલઝડપ

અગાઉ પણ એસટી ડેપોમાં મુસાફરોના પાકીટ ચોરી કરતી મહિલા ને ઝડપી લોકોએ મેથી પાક ચખાડ્યો હતો અને પોલીસને સોંપી હતી

રાજપીપલા : જુનેદ ખત્રી

રક્ષા બંધનનો તહેવાર હોઈ રાજપીપળા એસ.ટી ડેપોમા મુસાફરો ની ભારે ભીડ હતી ત્યારે, રાજપીપળા નજીકના એક ગામના બહેન પોતાના ભાઈને રાખડી બાંધી પરત વડોદરા જવા માટે રાજપીપળા એસ.ટી ડેપો આવ્યા હતા, ત્યારે તેઓના ભાઈ તેમને ST ડેપો એ મુકવા માટે આવ્યા હતા.

ત્યારે સવારે 11 કલાક ના સુમારે વડોદરાની બસ પ્લેટફોર્મ 1 ઉપર આવતા બસમા ચડતી વખતે કોઈએ મહિલા મુસાફર નું પાકીટ સેરવી લીધું હતું. બસ મા બેસી ગયા બાદ પોતાનું પર્સ ના મળતા મહિલા બેબાકળી બની હતી, અને બસમા શોધખોળ કરી પરંતુ પાકીટ ના મળતા મહિલા રાજપીપળા પોલીસ મથકે પોહ્નચી પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ તાત્કાલિક એસ ટી ડેપો મા દોડી આવ્યો હતો…

પણ એસ.ટી ડેપો માં લાગેલા CCTV કેમરા બંધ હોઈ પોલીસની તપાસ અટકી પડી છે, ભૂતકાળમાં પણ આ ડેપોમા દર મહિનાની 1 તારીખે મહિલા મુસાફરોના પર્સ તફડાવી લેવાની ઘટનાઓ બનતી હતી. ત્યારે મહિલા મુસાફરોને નિશાન બનાવતી એક મહિલા ચોર પકડાઈ જતા, ઘટનાઓ બંધ થઈ ગઈ હતી, ત્યારે લાંબા વિરામ બાદ આજે ફરી આ પ્રકાર ની ઘટના બનવા પામી છે…

ત્યારે ST ડેપોના માત્ર બેજ કેમરા અને એ પણ બંધ જણાતા ડેપો ના સંચાલકોની ગંભીર બેદરકારી છતી થવા પામી છે… મળતી માહિતી મુજબ મહિલા ના પાકીટ મા રોકડ અને સોનાની રકમ મળી લગભગ ₹73,000/- ની માલમત્તા ચોરાઈ ગઈ હોવાની વિગતો મળી રહી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button