
જામનગર માટે રિવ્યુ લેતા ૧૨-જામનગર સાંસદ
સાંસદશ્રી પૂનમબેન માડમે કલેકટર કચેરી ખાતે વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી
જામનગર જિલ્લાની વિવિધ યોજનાઓની સમીક્ષા કરી સાંસદશ્રીએ જરૂરી સૂચનો કર્યા
જામનગર (નયના દવે)
, સાંસદશ્રી પૂનમબેન માડમે કલેકટર કચેરીના સંભાખંડ ખાતે એસ.એલ.આર, ડી.આઈ.એલ.આર,એન.એચ.એ. આઈના પ્રોજેક્ટ ડાયરેક્ટર,સિવિલ એરપોર્ટ જામનગરના ડાયરેક્ટરશ્રી,લીડ બેન્કના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી જામનગર જિલ્લાની વિવિધ યોજનાઓની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જામનગર-ધ્રોલ-માળીયા નેશનલ હાઈવેમાં ધ્રોલ બાયપાસ માટે જમીન સંપાદન માટે બહાર પડાયેલ જાહેરનામા અન્વયે ખેડૂતોને સંપાદન થતી જમીનના પ્રશ્ન બાબતે નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીશ્રી, મહેસૂલ અધિકારીશ્રી ધ્રોલના ખેડૂત આગેવાન તથા અસરગ્રસ્ત ખેડૂતો સાથે પરામર્શ બેઠક યોજી હતી. બેંકો દ્વારા અમલવારી કરવામાં આવતી કેન્દ્ર સરકારીની યોજનાઓ અંગે યોજના વાઈઝ લક્ષ્યાંક, સિધ્ધી પ્રગતિ અંગેની જીલ્લાની બેંકોના પ્રતિનિધિ સાથે સ્પેશ્યલ ડીસ્ટ્રીક લેવલની બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી તેમજ મહેસુલી અધિકારીશ્રીઓ સાથે મહેસૂલ વિભાગના પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક કરી બાકી રહેલા કામો ત્વરિત થાય તેમજ લોકોને સરકારની યોજનાઓનો વધુમાં વધુ લાભ મળે તે દિશામાં કામગીરી કરવા સૂચનો કર્યા હતા.


આ બેઠકમાં કલેકટરશ્રી બી.એશાહ, અધિક નિવાસી કલેકટર શ્રી બી.એન.ખેર,ડી.આર.ડી.એ. નિયામકશ્રી ચૌધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ વિવિધ વિભાગના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. જામનગર જીલ્લાના માહિતી કચેરીના સિનિયર સબ એડિટેર પારૂલ કાગળ અને માહિતી સહાયક જલકૃતિ મહેતાએ આ અહેવાલ બનાવ્યો હતો
૦૦૦૦૦૦
BGB
gov.accre. Accre. Journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com









