
પીજીપી ગ્લાસ તથા આતાપી સેવા ફાઉન્ડેશન ધ્વારા કાર્યરત સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટર ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો.
આતાપી સેવા ફાઉન્ડેશન અને પીજીપી ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સહયોગથી અસ્તિત્વ સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટરની શરૂઆત નુતન વિદ્યાલય, ગજેરા ખાતે કરવામાં આવી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
આતાપી સેવા ફાઉન્ડેશન એક સ્વૈછિક સંસ્થા છે. જેની શરૂઆત ૨૦૦૯ થી ભરૂચ જીલ્લાના જંબુસર થી કરવામા આવી હતી અને જંબુસર ઉપરાંત હાલ વાગરા અને અંકલેશ્વર તાલુકાના ૧૦૦ થી વધુ ગામડાઓમાં અને વલસાડના ૧૫ ગામમા કામ કરે છે. નાના અને સીમાંત ખેડુતો, મહિલાઓ ,બાળકો, અને વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ સાથે સ્થાનિક સંગઠન બનાવી ખેતી, પશુપાલન, આરોગ્ય,પોષણ શિક્ષણ , પાણી અને પર્યાવરણ પર વિશેષ કામ કરે છે. જંબુસર તાલુકામાં ગજેરા ગામે આતાપી સેવા ફાઉન્ડેશન અને પીજીપી ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સહયોગથી અસ્તિત્વ સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટરની શરૂઆત નુતન વિદ્યાલય, ગજેરા ખાતે આજરોજ કરવામાં આવી હતી. આતાપી સેવા ફાઉન્ડેશન દ્વારા જંબુસર તાલુકાના તમામ ગામોમાં ગામ વિકાસની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. તેના ભાગરૂપે સંસ્થા દ્વારા વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ માટે સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર નું ઉદ્ઘાટન રીબીન કાપીને કરવામાં આવ્યુ હતુ.
જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, ગામના સરપંચ રોશનીબેન ભટ્ટ, સમાજ સુરક્ષા ડિપાર્ટમેન્ટમાંથી એમ.વી મુનિયા ,આતાપી સેવા ફાઉન્ડેશનના ડાયરેક્ટર તૃષાર દયાલ, પીજીપી ગ્લાસ કંપનીના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ રાજીવ યાદવ અને વાઈસ પ્રેસિડન્ટ સંજીવ મહેરોત્રા તથા નૂતન વિદ્યાલયના ચેરમેન કમલેશભાઈ પટેલ, આતાપી સેવા ફાઉન્ડેશનના સી.ઈ.ઓ ડો.નંદનીબેન શ્રીવાસ્તવ ની ઉપસ્થિતિ મા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. બાલ કેન્દ્રની કિશોરીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યુ હતુ.ત્યારબાદ આતાપી સેવા ફાઉન્ડેશનના સી.ઈ.ઓ ડોક્ટર નંદનીબેન શ્રીવાસ્તવા દ્વારા આતાપીના કાર્યો વિશે માહિતગાર કરવામા આવ્યા હતા.સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર વિશે માહિતી આપતા આતાપી સેવા ફાઉન્ડેશનના સિનિયર પ્રોગ્રામ મેનેજર લીનાબેન વૈદ્ય અને પીજીપી ગ્લાસના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ રાજીવ યાદવ દ્વારા વિકલાંગતા ધરાવતા લોકો માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ વિશે અને સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર વિશે માહિતી રજૂ કરવામાં આવી હતી.પી જી પી ગ્લાસ અને આતાપીના સંકલનથી ચાલતા અસ્તિત્વ પાર્ટીશન સેન્ટરના વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ અજીત ભાઈ પરમાર અને રણજીતભાઈ ગોહિલ દ્વારા તેમના અનુભવો અને તેમના જીવનમાં આવેલ બદલાવો રજૂ કરવામાં આવ્યા હતા.સમાજ સુરક્ષા ના પ્રોબેશન ઓફિસર એમ વી મુનિયા દ્વારા વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓને મળવાપાત્ર લાભો અને યોજનાકીય જોડાણો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ આતાપી સેવા ફાઉન્ડેશન દ્વારા અસ્તિત્વ પાર્ટીશન સેન્ટર પર કામ કરતા વિકલાંગતા ધરાવતા પાંચ વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓને ગિફ્ટ આપી એમનેસન્માનિત કરવામાં આવ્યા હતા.પીજીપી ગ્લાસ અને આતાપી ના સહયોગથી સ્થાપવામાં આવેલ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર સેન્ટર નો મુખ્ય હેતુ વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓને તાલીમ આપી અને તેમને રોજગારી પૂરી પાડવાનું છે. કમલેશભાઈ પટેલ દ્વારા આતાપી દ્વારા હાથ ધરવામાં આવેલ સમાજ વિકાસની પ્રવૃત્તિઓ અને પી જી પી ગ્લાસના સહયોગથી વિસ્તારમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ અને ટેકાઓના તેમને વખાણ કર્યા હતા અને વધુને વધુ લોકો પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવી હતી.આતાપી સેવા ફાઉન્ડેશનના ડાયરેક્ટર અને ફાઉન્ડર તુષાર દયાલ દ્વારા વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ અને વિસ્તારના લોકોને વધુને વધુ પ્રગતિ કરે એ માટે આતાપી સેવા ફાઉન્ડેશન સતત તત્પર રહેશે એવી લાગણી વ્યક્ત કરી હતી.કાર્યક્રમના અંતે પી જી પી ગ્લાસના ડેપ્યુટી જનરલ મેનેજર હરવિંદર સિંઘ સૈની દ્વારા ઉપસ્થિત મહાનુભાવો નો આભાર વ્યક્ત કરવામા આવ્યો હતો.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 













