
રાજપીપળા નગરપાલિકા વોર્ડ ૦૬ ની એક બેઠક માટેની પેટા ચૂંટણીમાં ૪૪.૭૬ ટકા મતદાન
ભાજપ કોંગ્રેસ આપ અને અપક્ષ મળી કુલ ચાર ઉમેદવારોના ભાવિ ઇ વી એમ મશીનમાં બંધ
રાજપીપળા : જુનેદ ખત્રી
રાજપીપળા નગરપાલિકાની એક બેઠક માટે આજે પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં ૪૪.૭૬ ટકા મતદાન નોંધાયું હતું ચૂંટણી શાંતિૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી
રાજપીપળા નગરપાલિકાની વોર્ડ નંબર છ માં એક બેઠક માટે આજે પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અપક્ષ એમ કુલ ચાર ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી પેટા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી જેમાં ૪૪.૭૬ ટકા મતદાન નોંધાયું છે
રાજપીપળા પાલિકાના ચૂંટણી અધિકારી શૈલેષ ગોકલાણી એ જણાવ્યું હતું કે વોર્ડ ૦૬ ની ચુટણી માં કુલ ૩૫૩૦ મતદારો છે જેમાંથી ૧૫૮૦ મતદારોએ મતદાન કર્યું હતું એટલેકે કુલ ૪૪.૭૬ ટકા જેટલું મતદાન નોંધાયું છે અગામી ૦૮ ઓગસ્ટ ના રોજ પરિણામ જાહેર થનાર છે મત ગણત્રી રાજપીપળા પ્રાંત કચેરી ખાતે સવારે ૯:૦૦ કલાકે શરૂ થશે