
લોકસભાની ચૂંટણીઓ ની તૈયારી : નર્મદા જિલ્લાના પોઇચા ખાતે ભાજપનો બે દિવસીય અભ્યાસ વર્ગ આજથી શરૂ
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના પોઇચા નીલકંઠધામ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા અભ્યાસ વર્ગની આજથી શરૂઆત કરવામાં આવી હતી જેમાં નર્મદા વડોદરા છોટાઉદેપુર અને ભરૂચ આમ કુલ ચાર જિલ્લાના પંચાયત સભ્યોનો અભ્યાસ વર્ગ રાખવામાં આવ્યો હતો
ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ગોરધન ઝડફીયાના હસ્તે અભ્યાસ વર્ગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ વર્ગમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ગોરધન ઝડફીયાએ જિલ્લા પંચાયતના સભ્યોને તેમની ભૂમિકા આવનારી લોકસભા ચૂંટણીમાં શુ છે તેના વિશે સવિશેષ માહિતી આપી હતી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે પોતાના મતવિસ્તારમાં શુ કર્યો કરવાના તેના વિશે જણાવ્યું હતું
વધુમાં ગ્રામજનો સુધી જઇ ખાટલા બેઠકો કરવી અને આ બેઠકો ના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનો લોકો સુધી પહોંચાડવાનો સંકલ્પ કરવા જણાવ્યું હતું ઉપરાંત જણાવ્યું હતું કે આ અભ્યાસ વર્ગ માત્ર સાંભળવા માટે નો નથી તેને પોતાના જીવન માં ઉતારવા માટે છે જિલ્લા પંચાયત યોજનાઓની અમલીકરણ એજન્સી છે સભ્યોની ભુમિકા એવી હોવી જોઈએ કે ભાજપના પ્રચારક તરીકે નીકળવાનું છે અને જિલ્લા પંચાયતની બેઠકોનો પ્રવાસ કરીને જિલ્લા પ્રમુખને રિપોર્ટ આપવાનો રહેશે તેવું ફરમાન કરવામાં આવ્યું હતું ઉપરાંત લોકસભાની ચૂંટણીઓ વિશે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે ભાજપનો કાર્યકર્તા હંમેશા ઓન મોડ માજ હોય છે
નર્મદા જિલ્લાના પોઇચા નીલકંઠ ધામ ખાતે યોજાયેલ અભ્યાસ વર્ગના ઇન્ચાર્જ રવિ દેશમુખ,જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા પ્રભારી ધર્મેશ પંડ્યા, જિલ્લા મહામંત્રી નિલ રાવ,અજિત પરીખ,વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળીયા સહિત હોદ્દેદારો હાજર રહ્યા હતા






