
આદિવાસી સમાજ દ્વારા અપાયેલા બંધને રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં સંપૂર્ણ સમર્થન
મણિપુર રાજ્યમાં ચાલી રહેલ હિંસા સાથે મહિલાઓ સાથેના અમાનવીય કૃત્યથી ઠેર ઠેર રોષ
રાજપીપળા : જુનેદ ખત્રી
મણિપુર હિંસા અને દુષ્કર્મની ઘટનાના વિરુદ્ધમાં આદિવાસી સમાજ દ્વારા આજે ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં પણ સજ્જડ બંધ જોવા મળ્યું હતું સવારથીજ મુખ્ય મથક રાજપીપળા સહિત ડેડીયાપાડા, સાગબારા, તિલકવાડા , ગરુડેશ્વર તમામ તાલુકા સજ્જડ બંધ રહ્યા હતા આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવેલ બંધના એલાનને સંપૂર્ણ સહકાર મળ્યો હતો ઉપરાંત મહિલાઓ સાથે થયેલ અમાનવીય ઘટનાનો લોકોએ વિરોધ નોંધાવ્યો હતો
બંધ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુથી નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

રાજપીપળા ખાતેથી પોતાની પ્રતિક્રિયા આપતા આદિવાસી આગેવાન ડૉ. પ્રફુલ વસાવાએ મણિપુરની સર્મશાર ઘટના અંગે રોષ વ્યક્ત કર્યો હતો ઉપરાંત બંધને મળેલ અભૂતપૂર્વ સમર્થન બાબતે વેપારીઓ સહિત તમામ સમાજના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સરકાર હિંસા રોકવામાં નિષ્ફળ નીવડી છે ત્યારે પ્રફુલ વસાવાએ મણિપુરના મુખ્યમંત્રી સહિત રાજ્યપાલનું રાજીનામું માંગ્યું હતું
ડેડીયાપાડા થી આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી હતી જણાવ્યું હતું કે મણીપુરમાં સતત ત્રણ મહિનાથી હિંસા ચાલી રહી છે થોડા દિવસ અગાઉ મહિલાઓને નગ્ન કરીને જાતીય સતામણી કરવાની જે ઘટનાઓ સામે આવી છે તેનાથી આખો દેશ હચમચી ઉઠ્યો છે છતાં દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન કંઈ બોલવા તૈયાર મહિલા મંત્રી કંઈ બોલવા તૈયાર નથી ગૃહ મંત્રી હિંસા રોકવા કંઈ બોલવા તૈયાર નથી મણીપુરના મુખ્યમંત્રીને શરમ આવી જોઈએ કાયદો વ્યવસ્થા નથી જાળવી શકતા તો રાજીનામું આપવું જોઈએ સરકારને કહીએ છે જાગો, સંવેદના જગાડો અને મણિપુરની હિંસા રોકવા પગલાલો જો અગામી સમયમાં હિંસા રોકવામાં સરકાર નિષ્ફળ જશે તો ગુજરાત સહિત દેશમાં બંધ આપવાની ઉપરાંત દિલ્હી સુધી આંદોલન કરવાની ચીમકી આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉચ્ચારી હતી






