નર્મદા જિલ્લામાં મનરેગાના પ્રોગ્રામ ઓફ્સિરને ડાયરેક્ટરે નોટિસ આપતા ચકચાર !!?
પસંદગીની એજન્સીમાટે ગ્રાન્ટની મનમાની ફાળવણી કરી, હુકમ વિરુદ્ધ ગ્રાન્ટ ફાળવણી માટે કર્મચારીઓને ધમકાવતા હોવાનો આક્ષેપ
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લા પંચાયત મનરેગા વિભાગ ના ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કોઓર્ડીનેટર ને ગ્રાન્ટ.ફાળવણી માં પોતાની પસંદગી ની એજન્સી ને ફાયદો કરાવવા જુનિયર કર્મચારીઓને દબાણ કરી ધમકાવવા મામલે તેમજ સિનિયર મહિલા અધિકારી સાથે અભદ્ર વર્તન કરી મહિલા તાલુકા વિકાસ અધિકારી ના આદેશ નો અનાદર કરવા બદલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે શોકોઝ નોટિસ ફટકારતા પંચાયત ભવન માં ચકચાર મચી જવા પામી છે.
નાદોદ તાલુકામાં ચાલતા કામોની હાલમાં ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જેમાં સરકારની સૂચના વિરુદ્ધ કામગીરી કરવા માટે નરેન્દ્ર પરમાર દ્વારા તાલુકા કક્ષાએ ફરજ પાડી હતી તેમજ ડેડીયાપાડા તાલુકામાં સોનિયા ગામે સૌચાલય બનાવવા બાબતે નરેન્દ્ર પરમાર દ્વારા ટેકનીકલ આસિસ્ટન્ટને ખોટી રીતે ફસાવી છુટા કરવામાં આવ્યા હતા. જે બાબતે ટેકનિકલ આસિસ્ટન્ટ દ્વારા નરેન્દ્ર પરમાર ની સામે ફરિયાદ નોંધાવી હતી જે બાબત કોર્ટે સમક્ષ હોય પોતાની ભૂલ છુપાવવા માટે નરેન્દ્ર પરમાર દ્વારા દબાણ કરીને કર્મચારી અને અધિકારીઓને જેમતેમ બોલી ધાગધમકી આપી હતી જેથી તાલુકા વિકાસ અધિકારી અને તાલુકાના કર્મચારીઓએ આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી નર્મદા ને લેખિતમાં ફરિયાદ કરી રજૂઆત કરી છે સાગબારા તાલુકાના વાડી પ્રોજેક્ટના કામોમાં ખરાબ ગુણવત્તાના રોપાપુરા પાડી નરેન્દ્ર પરમાર અને એજન્સી દ્વારા મિલીભગત કરી ભાગીદારી કરી ઉચાપત કરવા માટે તાલુકામાં તમામ સ્ટાફને દબાણ કરતા તાલુકા વિકાસ અધિકારી અને તાલુકાના તમામ કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારી નર્મદાને ફરિયાદ કરી છે
જ્યારે અધિકારી ને પૂછતાં આ મુદ્દા ઇ મૌન સેવ્યું છે. કોઈ પણ વાત કરી નથી, તો સુ આ કમો માં બીજા અધિકારી કે એજન્સી સંડવાયેલી છે એ ચર્ચા ની વિષય બન્યો છે.






