GARUDESHWARNANDODNARMADA

ગરુડેશ્વર પાસે નર્મદા નિગમના ઇજનેરને નડ્યો અકસ્માત, રસ્તે ઊભેલી ટ્રકમાં કાર અથડાતા ઈજનેરનું મોત

ગરુડેશ્વર પાસે નર્મદા નિગમના ઇજનેરને નડ્યો અકસ્માત, રસ્તે ઊભેલી ટ્રકમાં કાર અથડાતા ઈજનેરનું મોત

રાજપીપળા : જુનેદ ખત્રી

ગરુડેશ્વર કેવડીયા ના મુખ્ય માર્ગ ઉપર નર્મદા નિગમના ઇજનેરનું અકસ્માતમાં મોત નિપજ્યું છે વડોદરા રહેતા ૪૫ વર્ષીય ઇજનેર કેવડીયા નોકરી માટે કાર લઈને એકલા આવતા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર કેવડીયા SSNNL માં ઇજનેરની ફરજ બજાવતા તેજસ કેદારિયા નામના ઇજનેર વડોદરાથી કેવડીયા નોકરી માટે આવતા હતા. પોતાની કારમાં ગરુડેશ્વરથી કેવડીયા આવતા જેમાં એક રસ્તે ઊભેલી ટ્રક નંબર જીજે ૧૬ એયુ ૮૩૭૯ સાથે ધડાકાભેર અથડાતા ગાડીના ચાલક ઇજનેર ઇજનેર તેજસ કેદારિયા નું ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે મોત થતાં કેવડીયા ટ્રાફિક પોલીસ અને નર્મદા નિગમના અધિકરીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા કેવડીયા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button