વાત્સલ્યમ સમાચાર
કેવડિયા કોલોની
રિપોર્ટ -અનીશ ખાન બલુચી
*એકતાનગરના આંગણે ડેલીગેટ્સ દ્વારા રીબીન કાપીને G-20 અંતર્ગત પ્રદર્શની ખુલ્લી મુકાઈ*

રાજપીપલા, સોમવાર :- ભારત દેશને એકસૂત્રમાં જોડનાર લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના સાનિધ્યમાં ફર્ન હોટેલ એકતાનગર ખાતે વસુધેવ કુટુંબકમના થીમ સાથે ડેલીગેટ્સ દ્વારા રીબીન કાપીને G-20 પ્રદર્શનીનો શુભારંભ કરાયો હતો.

આ પ્રસંગે યોજાયેલ એક્ઝિબિશનમાં ઉદ્યોગ મંત્રાલય હેઠળ PM ગતિશક્તિ (નેશનલ માસ્ટર પ્લાન ફોર મલ્ટી મોડલ કનેક્ટિવિટી) સહિત વિવિધ મિનિસ્ટ્રીઓની સિદ્ધિઓ-કામગીરીઓ અંગે પ્રદર્શની ઉભી કરવામાં આવી હતી. જ્યાં વિવિધ દેશોના ડેલીગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા, અને વિવિધ પ્રદર્શની નિહાળી હતી. ઉપરાંત, આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણી પ્રસંગે મિલેટ્સ સ્ટોલ, ભારતમાં ઉત્પાદિત વિવિધ પ્રકારની ચા-કોફી, મરી-મસાલાના ઉત્પાદનોની વિગતોથી વાકેફ થયા હતા.






