
નાંદોદ તાલુકાના માંગરોળ ગામે વ્યાજે આપેલ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા પિતા પુત્ર વિરૂદ્ધ ફરિયાદ
રાજપીપળા : જુનેદ ખત્રી
ગુજરાત સરકાર દ્વારા વ્યાજ ખોરો વિરૂદ્ધ ઝુંબેશ ઉપાડવામાં આવી છે ત્યારે વ્યાજે આપેલ રૂપિયાની ગેરકાયદેસર વધારે વ્યાજ માંગી પઠાણી ઉઘરાણી કરતા લોકો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી પણ હાથ ધરાઇ રહી છે ત્યારે માંગરોળ ગામે વ્યાજે આપેલ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા પિતા પુત્ર વિરૂદ્ધ ફરિયાદ રાજપીપળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે
પોલીસ ચોપડે નોંધાયેલ ફરીયાદ મુજબ ફરીયાદી જયંતીભાઈ જેસંગભાઈ પટેલના ભાઈ રાજેશભાઈની પત્નીને સારવાર માટે રૂપિયાની જરૂરિયાત ઉભી થતાં ફરીયાદીએ આરોપી નં-૧ કંચનભાઈ મુળજીભાઈ પટેલ રહે.માંગરોલ તા.નાંદોદ જી.નર્મદા નાઓ પાસેથી સને-૨૦૧૮ માં માસિક ૩ % ના વ્યાજે રૂ.૮,૦૦,૦૦૦/- (અંકે રૂપિયાઆથ લાખ આઠ લાખ) રોકડથી લીધેલ જે મુદ્દલ રકમનું રૂ. ૨૪,૦૦૦/- વ્યાજ દર મહિને ફરીયાદી ચુકવતા આવેલ પરંતુ લોકડાઉનમાં વ્યાજની ચુકવણી ન થતાં આરોપી નં-૧ નાઓ આઠ લાખના મુદ્દલ પર ચક્રવૃતિ વ્યાજ સહિત મુદ્દલ મળી કુલ રૂ.૧૭,૦૦,૦૦૦/- ની ફરીયાદી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી વ્યાજ સહિત મુડી પરત નહિ આપે તો ફરીયાદીને જાનથી મારી નાખવાની ધાક-ધમકીઓ આપી ફરીયાદી પાસે પૈસાની સગવડ ન થતાં આરોપી નં-૦૧ નાએ માંગરોલ ગામે ફરીયાદીનું વડિલોપાર્જીત ઘર નંબર રર૬ વાળી રર૬ વાળી મિલકત આરોપીના દિકરા આરોપી નં-૦૨ રાકેશભાઈ કંચનભાઈ પટેલ નાઓના નામે કરાવી ફરીયાદીની મિલકત બળજબરીથી કઢાવી લઈ અને ફરીયાદીના મકાનની બાજુમાં તેમની ચા-નાસ્તાની દુકાન પણ ખાલી કરાવવા માટે આરોપી ૧ તથા ૨ નાઓ વારંવાર ફરીયાદીને દબાણ આપતા રાજપીપળા પોલીસ મથકમાં આરોપી પિતા પુત્ર વિરૂદ્ધ ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ મુજબ ફરીયાદ દાખલ કરાઈ છે રાજપીપળા પોલીસ મથકના પીએસઆઈ જે.એમ. લટા સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે






