
વિશ્વ સિકલસેલ દિવસે રાજપીપળા જૂની સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય શિબિરનું આયોજન
જુનેદ ખત્રી : જુનેદ ખત્રી
આજ રોજ તા.૧૯ જૂન ૨૦૨૩ ના રોજ વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને રાજપીપલા વિભાગ પેન્શનર્સ મંડળ અને રાજપીપલા નગર સિનિયર સિટીજન મંડળ ના સંયુક્ત ઉપક્રમે અર્બન હેલ્થ સેન્ટર સહ પોલિક્લિનિક જૂની સિવિલ હોસ્પિટલ ખાતે મફત આરોગ્ય શિબિર નું આયોજન કરાયું હતું જેમાં હૃદય રોગ તથા ડાયાબિટીસ, હાડકા ના રોગો, આંખ કાન ગળાના રોગો, સાંભળવાના બોલવાના રોગો, સ્ત્રી રોગ, દાંત ના રોગો તેમજ સિકલસેલ રોગના દર્દીઓ લેબોરેટરી ટેસ્ટ કરીને નિષ્ણાંત અનુભવી ડોક્ટર્સ દ્વારા મફત તપાસી, રોગ નું નિદાન થકી સારવાર – દવાઓ આપી ખુબ બહોળી સંખ્યામાં દર્દી ઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.
નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના માર્ગદર્શન અને આરોગ્ય શાખાના વડા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના પ્રયત્નો થકી અર્બન હેલ્થ સેન્ટર સહ પોલિકીનિક ખાતે સિકલસેલ રિસોર્સ સેન્ટર શરુ કરવામાં આવનાર છે વધુ માં જીલ્લા ના તમામ પ્રા.આ. કેન્દ્ર /સા.આ.કેન્દ્ર, એસ. ડી. એચ તેમજ ખાનગી હોસ્પિટલો ખાતે નવજાત સિકલસેલ પરિક્ષણ માટે તાલીમ આપી ટેસ્ટ ની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવનાર છે, હાલ માં HPLC ટેસ્ટ જે ફક્ત સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ હતો તે હવે થી નર્મદા જિલ્લા ખાતે અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સહ પોલિક્લિનિક જૂની સિવિલ અને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ડેડીયાપાડા ખાતે ઉપલબ્ધ કરવામાં આવશે. આ કેમ્પ માં રાજપીપલા વિભાગ પેન્શનર્સ મંડળ અને રાજપીપલા નગર સિનિયર સિટીજન મંડળ ના પ્રમુખ તથા મંડળના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.






