NANDODNARMADA

રથયાત્રા અનુસંધાને રાજપીપળા પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક મળી

રથયાત્રા અનુસંધાને રાજપીપળા પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક મળી

રાજપીપળા : જુનેદ ખત્રી

આગામી ૨૦ મી તારીખે અષાઢી બીજના તહેવારે રાજપીપળા ખાતે રથયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે જે અનુસંધાને રાજપીપળા પોલીસ મથકમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક જી. એ. સરવૈયાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક નું આયોજન કરાયું હતું

રાજપીપળા પોલીસ સ્ટેશનમાં યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં હાજર હિન્દુ, મુસ્લિમ સમાજના અગ્રણીઓના સૂચનો સાંભળી પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા બાબતે સૂચના આપી હતી રાજપીપળા ટાઉન પોલીસ મથકમાં યોજાયેલી શાંતિ સમિતિ ની બેઠકમાં હિન્દુ, મુસ્લિમ આગેવાનો તેમજ ડીવાયએસપી જી.એ. સરવૈયા, ટાઉન પી.આઈ.આર. જી.ચૌધરી સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.બેઠક માં નાગરિકોના સૂચનો સાંભળી પોલીસે તેના ઉકેલ બતાવ્યો હતા અને સમગ્ર રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સૌએ સહકાર આપવા પોલીસે જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button