NANDODNARMADA

દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓ બંધ કરવાના સંકલ્પ સાથે કલિમકવાણા ગામે ગ્રામજનો દ્વારા રેલી

દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓ બંધ કરવાના સંકલ્પ સાથે કલિમકવાણા ગામે ગ્રામજનો દ્વારા રેલી

ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ગામમાંથી નાબૂદ કરવા સરપંચ સહિત ગ્રામજનો એ સંકલ્પ કર્યો

રાજપીપળા: જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કલીમકવાણા ગામે ગામજનો દ્વારા આંકડા જુગાર દારૂ ગુનાહિત પ્રવૃત્તિ બંધ કરવા માટે કલીમકવાણ ગામજનો એ ભેગા થઈને રેલી કાઢવામાં આવી મહીલા સરપંચ મનીષા બેન અને ગામના ચૂંટાયેલા સભ્યો ગામનાં નાના બાળકો અને અને વડીલો આ રેલીમાં જોડાયા હતા અને ખાસ કરીને નાંદોદ ના ધારાસભ્ય ડો, દર્શનાબેન દેશમુખ પણ આ રેલીમાં જોડાયા હતા

દારૂ જુગાર અને આંકડાથી સમાજમાં શું નુકસાન થાય છે તે અંગે ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે ગ્રામજનો ને માહિતી આપી હતી અને ગ્રામજનોના નિર્ણયને આવકાર્યો હતો

[wptube id="1252022"]
Back to top button