






વાત્સલ્યમ્ દૈનિક સમાચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકામાં ખોટી રીતે પત્રકારને બદનામ કરવાનો પેતરો કઢાવ્યો.
કોંગ્રેસના કોર્પોરેટર દ્વાર પત્રકારનો અવાજ દબાવવા ખોટી ફરીયાદ નોંધાવતા આવેદનપત્ર આપવામાં આવ્યુ.
તારીખ ૧૨/૦7/૨૦૨૩ ના રોજ પત્રકારોને ખોટી રીતે બદનામ કરનાર કોંગ્રેસના કોર્પોરેટર અંકિતા ઠાકોર અને કોર્પોરેટર અબ્રાહમ શેખ ઉપર કાર્યવાહી કરવા કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું તેમાં જણાવ્યું હતું કે પત્રકાર ચેતનભાઈ કે.ઓઝા અને નયનાબેન પરમાર પાલનપુરમાં માલણ દરવાજા પાસે દબાણ કરી ભંગારનો ધંધો શરૂ કરવા બદલ તપાસ કરવા નગરપાલિકામાં ગયેલ અને ત્યાં કોંગ્રેસના વિપક્ષ નેતા અંકિતા ઠાકોર ઉશ્કેરાઈ ગયેલા અને બન્ને પત્રકારોને ધમકીઓ આપી હતી અને બન્ને પત્રકારો વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી હાઇકોર્ટ ના આદેશ પ્રમાણે પત્રકારોને રોકટોક ન કરી શકાય છતાંય રોકટોક કરી ખોટી ફરિયાદ કરવામાં આવી હતી તેની તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું







