
12 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાની સરકારી પ્રાથમિક શાળા જગાણા ખાતે જિગ્નાબેન પટેલ ના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ૬૨ બાલવાટિકામાં અને ધોરણ-૧ માં ૧૧ વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો તમામ નવા પ્રવેશ મેળવનાર બાળકોને શિક્ષણની કિટ અપાઇ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામે શિક્ષણમાં વધારો થયો છે.” સૌ ભણે,ગણે અને આગળ વધે.” તેવા સુત્ર ને કારણે આજે ૨૦ મો શાળા પ્રવેશોત્સવ જગાણા ખાતે યોજાયો હતો આવા કાર્યક્રમમાંથી લોકોમાં જાગૃત આવી છે. આ શાળા પ્રવેશોત્સવ પ્રસંગે જિગ્નાબેન પટેલ (સી.ડી. પી.ઓ પાલનપુર) બાબુલાલ સોલંકી (સી.આર.સી) જગાણા સરપંચ પ્રહલાદભાઇ પરમાર, મોતીભાઈ જુઆ,રતીભાઇ લોહ,દિલીપભાઇ કરેણ, મનુભાઇ પંચાલ,ગોવિંદભાઈ પરમાર, રમેશભાઈ મકવાણા હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ઉત્સાહી આચાર્યશ્રી દેવરામભાઇ પટેલે કર્યું હતું. શાળા પરિવાર તરફથી તમામ બાળકોને પ્રિતી ભોજન આપવામાં આવ્યું હતું