NANDODNARMADA

નર્મદા જીલ્લા સામાજીક વનીકરણ વિભાગ મા ફરજ બજાવતા ફૈયાઝ મકરાણી નુ RFO તરિકે પ્રમોશન

નર્મદા જીલ્લા સામાજીક વનીકરણ વિભાગ મા ફરજ બજાવતા ફૈયાઝ મકરાણી નુ RFO તરિકે પ્રમોશન

સામાજીક વનીકરણ વિભાગ ના DFO એ સ્ટાર અને કેપ પહેરાવી સન્માનિત કર્યા

દાહોદ જીલ્લા માં RFO તરિકે નો ઓર્ડર આવતાં સહકર્મચારીઓ સહિત પરિવારજનો મિત્રો એ શુભેચ્છા પાઠવી

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જીલ્લા સામાજીક વનીકરણ વિભાગમા રાજપીપળા ખાતેની વડીયા પેલેસ સ્થિત કચેરી મા ફોરેસ્ટર તરિકે નિષ્ઠા પુર્વક ફરજ બજાવતા ફૈયાઝ મકરાણીની સરકારી ધારાધોરણ મુજબ બઢતી થતાં નર્મદા જીલ્લા સામાજીક વનીકરણ વિભાગ ના નાયબ વન સંરક્ષકે સ્ટાર અને કેપ પહેરાવી સન્માનિત કર્યા હતા,અને ફૈયાઝ મકરાણી ને બઢતી થતાં અભિનંદન પાઠવ્યા હતા.

પોતાની નર્મદા જીલ્લા ની વન વિભાગ ની ફરજ દરમ્યાન નિષ્ઠા અને પ્રામાણિકતા થી ફરજ બજાવતા ફૈયાઝ મકરાણી એ વન વિભાગ માં પોતાના સહકર્મચારીઓ સાથે ખુબજ સ્નેહ અને નિષ્ઠા થી કામગિરી કરી ઍક આગવી ઓળખ ઉભી કરી હતી, તેઓનું રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે નુ પ્રમોશન આવતાં સહ કર્મચારીઓ માં આનંદ ની લાગણી ફેલાઇ હતી.આ સાથે ફૈયાઝ મકરાણી ના પરિવારજનો સહીત મિત્ર મંડળ માં પણ આનંદ ની લાગણી ફેલાઇ હતી અને સહુએ અભિનંદન પાઠવ્યા હતા.

RFO તરીકે પ્રમોશન સાથે દાહોદ જિલ્લા માં તેઓની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યાં ટુંક સમયમાં તેઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે નો હવાલો સંભાળશે.

[wptube id="1252022"]
Back to top button