NANDODNARMADA

વડિયા ગામનો મુખ્ય વરસાદી પાણી નો રસ્તો સોસાયટી દ્વારા બંધ કરી દેતા ગામમાં પાણી ભરાવાની ભીતિ : ગ્રામજનોમાં રોષ જિલ્લા કલેટકટર ને આવેદન

વડિયા ગામનો મુખ્ય વરસાદી પાણી નો રસ્તો સોસાયટી દ્વારા બંધ કરી દેતા ગામમાં પાણી ભરાવાની ભીતિ : ગ્રામજનોમાં રોષ જિલ્લા કલેટકટર ને આવેદન

વડિયા ગામની મુખ્ય સરકારી વરસાદી પાણીના નિકાલની વહેણ કોટ કરી બંધ કરી દેતા તાત્કાલિક તોડી નખાવા ગ્રામજનોની માંગ

રાજપીપળા : જુનેદ ખત્રી

ચોમાસાની ઋતુ પહેલા તંત્ર પ્રિમોન્સુન કામગીરી કરતી હોય છે ત્યારે વરસાદી પાણીના નિકાલ માટે પણ નગરપાલિકાઓ અને ગ્રામપંચાયતો કાંસની સાફ સફાઈ કરતી હોય છે પરંતુ રાજપીપળા ને અડીને આવેલ વડિયા ગામની સત્યમ નગર સોસાયટી માંથી આખા ગામનો સરકારી મુખ્ય વરસાદી પાણીનો નિકાલ નો વહેણ હોય છતાં જ્યાં સોસાયટી બનાવેલ હોય આ સોસાયટી ના લોકોએ પોતાના મનસ્વી રીતે ઉંચો કોટ કરીને વરસાદી પાણીના નિકાલ નો રસ્તો બંધ કરીદેતા આખું વડિયા ગામ ડુબાણમાં જાય એવી ભીતિ હાલ સેવાઈ રહી છે જે સરકારના ચોપડા પર વરસાદી પાણીના નિકાલ નો રસ્તો છે જ્યાં એક સોસાયટી કેવી રીતે ઉભી થઇ ગઈ અને હવે ગામનો મુખ્ય પાણીના પ્રવાહ નો રસ્તો બંધ કરી દેતા સોસાયટી ના લોકોએ તો પાણી આવતા પહેલા પાર બાંધી દીધી પરંતુ ગામના ગરીબ કાચા મકાનમાં રહેતા આદિવાસી અને દલિત પરિવારો ના ઘરોમાં પાણી ભરાશે એ નથી વિચારતા જેથી ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર નર્મદાને આવેદન આપી આ વરસાદી પાણીના નિકાલના કોટ ને તાત્કાલિક તોડી પાણીનો માર્ગ ખુલ્લો કરવા માંગ કરી છે.

નાંદોદ તાલુકાનું વડિયા ગામ અને સોસાયટીઓ ખેતરોનો વરસાદી પાણીના માર્ગ આ સત્યમ નગર સોસાયટી માંથી પસાર થાય છે. વડિયા ગામની વર્ષો જૂની કાયમી સરકારી વરસાદી પાણીના નિકાલની વહેણને પુરાણ કરી સત્યમ નગર સોસાયટી બનાવવામાં આવી છે. આ સોસાયટી બનતી હતી ત્યારે પણ વડિયા ગ્રામ પંચાયતે વિરોધ નોંધાવ્યો હતો. છતાં મુખ્ય પાણીના નિકાલનો વહેણ હોવાનું જાણતા હોવા છતાં જેતે વખતે કોન્ટ્રાક્ટર દ્વારા આ સોસાયટી બનાવવામાં આવી ૫૦ જેટલા પરિવારો ને મૂર્ખ બનાવ્યા જયારે પાણી સોસાયટીમાં ભરાયા ત્યારે સોસાયટીના લોકોની આંખો ખુલી હવે પોતાના ઘરો ને બચાવવા આખું વડિયા ગામ ડુબાડવા આ સત્યમ નગર સોસાયટીના લોકો તૈયાર થયા છે ત્યારે જિલ્લા કલેક્ટર અંગત રસ લઇ અને આ સત્યમ નગર સોસાયટીના લોકો દ્વારા જે કોટ બનાવી વરસાદી પાણી રોકવાની કોશિશ કરવામાં આવી છે તે તાત્કાલિક તોડી ખુલ્લી કરવા જેતે આધિકારી ને સૂચના આપે એ જરૂરી બન્યું છે, વડિયા ગ્રામપંચાયત પણ આ રસ્તો તાત્કાલિક અસર થી ખુલ્લો કરાવે બાકી વડિયા ગામના લોકોને જાતે તોડી માર્ગ ખુલ્લો કરવાની ફરજ પડશે જેવી ચીમકી પણ ગ્રામજનો એ ઉચ્ચારી છે.

બોક્ષ :

સત્યમ નાગર સોસાયટી દ્વારા વરસાદી પાણીનો રસ્તો બંધ કરી દેવાયો તો પંચાયત દ્વારા કોઈ પગલાં કેમ નહિ લેવાયા ?? સોસાયટી બહાર કમ્પાઉન્ડ વોલ બનાવવા મંજુરી કોણે આપી ??? કેનાલ ની જગ્યા કમ્પાઉન્ડ વોલમાં કવર કરવાની સત્તા સોસાયટીના રહીશોને કોણ આપી ??? આ સવાલો ટોક ઓફ ધ ટાઉન બન્યા છે …

 

[wptube id="1252022"]
Back to top button