NANDODNARMADA

નાંદોદ તાલુકાના બોરિદ્રા પાસે ટાઇલ્સ ભરેલ ટ્રક ભેખડમાં અથડાતાં ટ્રકનો ભુક્કો વળી ગયો ચાલકનું મોત

નાંદોદ તાલુકાના બોરિદ્રા પાસે ટાઇલ્સ ભરેલ ટ્રક ભેખડમાં અથડાતાં ટ્રકનો ભુક્કો વળી ગયો ચાલકનું મોત

રાજપીપળા: જુનેદ ખત્રી

નાંદોદ તાલુકાના બોરીદ્રા પાસે ટાઇલ્સ ભરેલ ટ્રક ભેખડમાં ધડાકાભેર અથડાતા ટ્રકનો ભૂકો વળી ગયો હતો ઉપરાંત ટ્રક ચાલકનું મોત નીપજ્યું છે

પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદ ટાઇલ્સ ભરીને ટ્રક MH 18 BA 4566 ચાલક શરદ રામદાસ બોઢરે રહે. પીપલગાવ જી. જલગાવ મોરબી થી ટાઇલ્સનો માલ ભરીને મહારાષ્ટ્રના ગોંડિયા જઈ રહ્યા હતા તે દરમિયાન ખામર પાસે બોરીદ્રા ઢાળવાળા વળાંક પાસે ચાલકે પૂર ઝડપે ગફલત ભરી રીતે ગાડી હંકાળતા રાત્રિના સમયે રસ્તાની બાજુમાં ભેખડ સાથે ટ્રક અથડાતા ટ્રકનો ભૂકો વળી ગયો હતો ઉપરાંત ટ્રક ચાલક નું ટાઇલ્સ નીચે દબાઈ જતા મોત નીપજ્યું છે આ બાબતે ટ્રાન્સપોર્ટના માલિક કમલેશ કાંતિલાલ જૈન દ્વારા આમલેથા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ઉપરાંત મરણ જનાર ડ્રાઇવરના મૃતદેહને રાજપીપળા જુના સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો આમલેથા પોલીસે ફરિયાદ દાખલ કરી ઘટના સ્થળે પોહચી વધુ કાર્યવાહી હાથ ધરી છે

 

[wptube id="1252022"]
Back to top button