BANASKANTHAPALANPUR

ધાણધાર વણકર સમાજ કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળી લી.પાલનપુરની તૃતીય વાર્ષિક સાધારણ સભા મળી 

16 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ધાણધાર વણકર સમાજ કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળી લી.પાલનપુરની તૃતીય વાર્ષિક સાધારણ સભા  2023  તારીખ 14 મે 2023 ને રવિવારના રોજ બપોરે 1 કલાકે બનાસકાંઠા ધાણધાર વણકર સમાજ કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ મંડળીની તૃતીય સાધારણ સભા સમતા કેળવણી સંકુલ પાલનપુરના સભાખંડ ખાતે,વણકર સમાજના પાંચ ઝલાના મહામંત્રીશ્રી દુધાભાઈ બી પરમાર ની અધ્યક્ષતામાં યોજાઈ હતી.તેઓશ્રી ઉપરાંત સમાજની વિવિધ સંસ્થાઓના પ્રમુખશ્રીઓ,પાંચ ઝલાના મંત્રીશ્રીઓ,નિવૃત્ત કર્મચારીશ્રીઓ,તથા સારી એવી સંખ્યામાં સભાસદશ્રીઓ સાધારણ સભામાં હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.સદર મંડળીના ચેરમેનશ્રી અલ્પેશકુમાર મકવાણાએ શાબ્દિક સ્વાગત કરી દરેકને આવકાર્યા હતાં.મંડળીના મંત્રીશ્રી અશ્વિનકુમાર સાણોદરીયાએ વાર્ષિક હિસાબો તથા ઠરાવનું વાંચન કરી સભામાં માહિતી આપી હતી.સાધારણસભાના મહત્વના મુખ્ય મુદ્દાઓ જેમાં ઐ.ફરજિયાત બચત પર વ્યાજદર 7.50. ટકા યથાવત,પરંતુ ફરજીયાત બચત આપને 1000 હાલ છે.તે વધારી જેટલીવધારવી હોય તો વધારી શકશો.,લોન પ્રથમસભાસદતરીકે 1 વર્ષ માટે 1 લાખ 2 વર્ષ પૂર્ણ 3 લાખ અને 3 વર્ષ પૂર્ણ કરેલ સભાસદને 4 લાખ મળશે.વ્યાજદર 11 ટકા યથાવત રહેશે વગેરે.

[wptube id="1252022"]
Back to top button