જ્ઞાન સહાયક મુદ્દે ‘આપ’ની યુવા અધિકાર યાત્રાને નવસારી જિલ્લામાં મળ્યું પ્રજાનું અભૂતપૂર્વ સમર્થન

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાના દાંડી ખાતેથી શરૂ કરાયેલી જ્ઞાન સહાયક યાત્રાને નવસારી, મહુવા,બારડોલી, વ્યારા અને માંડવીમાં જનતાએ યુવા અધિકાર યાત્રાને મળ્યું પ્રચંડ પ્રતિસાદ, મોટી સંખ્યામાં લોકો જોડાયા.
આમ આદમી પાર્ટી’ની એક જ માંગ: જ્ઞાન સહાયક બંધ કરો, કાયમી ભરતી ચાલુ કરો ના સૂત્ર સાથે જ્ઞાન સહાયક યાત્રા ને આપ્યો અભૂતપૂર્વ સમર્થન..જ્ઞાન સહાયક મુદ્દે આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં યુવા અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 14 ઓક્ટોબરના રોજ આ યાત્રાનો બીજો દિવસ હતો અને બારડોલીથી વ્યારા થઈને માંડવી સુધી આ યાત્રા પહોંચી હતી. આ યાત્રામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ હોદ્દેદારોની સાથે સાથે સુરત અને તાપી જિલ્લા તથા તાલુકા અને શહેરનાના પ્રમુખ તથા હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. સાથે સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ટેટ ટાટ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ યાત્રા 20 ઓક્ટોબરના રોજ અમદાવાદ પહોંચશે અને ગાંધી આશ્રમ ખાતે યાત્રાનો સમાપન કરવામાં આવશે.
ગઈકાલે તારીખ 13 ઓક્ટોબરના રોજ દાંડીથી યુવા અધિકાર યાત્રાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ આ યાત્રા નવસારીથી આગળ વધીને મહુવામાં પહોંચી હતી, જ્યાં રાત્રિ રોકાણ કરવામાં આવ્યું હતું. દાંડી, નવસારી અને મહુવામાં પણ આ યાત્રાને સ્થાનિક લોકો દ્વારા મોટી સંખ્યામાં સમર્થન મળ્યું હતું અને જનતાએ આમ આદમી પાર્ટીની માંગણીઓને સમર્થન આપતા કહ્યું કે ગુજરાત સરકારે યુવાનો સાથે અન્યાય ન કરવો જોઈએ અને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરીને કાયમી ભરતી શરૂ કરવી જોઈએ. જ્ઞાન સહાયક મુદ્દે તમામ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. આમ આદમી પાર્ટીની સાથે સાથે હવે જનતા પણ જ્ઞાન સહાયક યોજનાને બંધ કરવાની માંગણી કરી રહી છે.
આ યુવા અધિકારી યાત્રા દ્વારા આમ આદમી પાર્ટીએ ગુજરાતના યુવાનો વતી સરકાર સમક્ષ માંગણી મૂકી છે કે, જ્ઞાન સહાયક યોજના ને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો વર્ષોથી શિક્ષકની નોકરી માટે મહેનત કરતા હોય છે, પરંતુ સરકારે હવે જ્ઞાન સહાયક નામની યોજના લાવીને, ગુજરાતના યુવાનોને કાયમી નોકરી આપવાની જગ્યાએ કોન્ટ્રાક્ટ પર કામ કરવા માટે મજબૂર કરી દીધા છે, જે ગુજરાતના યુવાનો સાથે એક છેતરપિંડી સમાન છે.