NANDODNARMADA

જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષતામાં કર્મચારી કલ્યાણ પ્રવૃત્તિ અંગે જિલ્લા કક્ષાની બેઠક મળી

જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષતામાં કર્મચારી કલ્યાણ પ્રવૃત્તિ અંગે જિલ્લા કક્ષાની બેઠક મળી

રાજપીપલા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષતામાં તા.૦૪/૦૫/૨૦૨૩ ના રોજ તેમની ચેમ્બરમાં કર્મચારી- કલ્યાણની પ્રવૃત્તિ અંગે જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજાઇ હતી. કર્મચારી કલ્યાણની પ્રવૃતિને વધુ અસરકારક અને વેગવાન બનાવવા અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરાઈ હતી. જેમાં બાળકોને પ્રોત્સાહિત કરતી પ્રવૃત્તિઓ તથા રમત-ગમત જેવી બાબતો ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. સાથે કર્મચારીઓના કોન્ટ્રિબ્યુશનથી પ્રયાસ કરવા અને કૌટુંબિક ભાવના પેદા થાય તેવા કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.

બેઠકમાં નવા સભ્યોની નોંધણી કરવા તથા ફી જમા કરાવવા બાબત, ગત વર્ષ ૨૦૨૨માં અધિકારીઓ કર્મચારીઓના પુત્ર-પુત્રી જેઓ ધોરણ ૧૦ અને ૧૨  (સાયન્સ તથા સામાન્ય પ્રવાહ) માં ૮૦% કરતા વધુ ગુણથી ઉત્તીર્ણ થયેલ હોય તેમને પુરસ્કાર આપવા બાબત, રમત-ગમતના સાધનોની ખરીદીની પ્રગતિ અને સ્પર્ધા યોજવા બાબત, હેલ્થ ચેકઅપ, રકતદાન કાર્યક્રમોનું જિલ્લા-તાલુકા કક્ષાએ યોજવા બાબત, પ્રવાસ યોજના, કર્મચારીઓની કલ્યાણ પ્રવૃત્તિઓ બાબતે સ્પોન્સરશીપ મેળવવા બાબતના મુદ્દા અંગે ઉપસ્થિત અધિકારીઓના સમક્ષ ચર્ચાઓ કરવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ નર્મદા જિલ્લાના ૨૦૧૯ થી ૨૦૨૨ સુધીમાં  ધોરણ -૧૦ અને ૧૨  (સાયન્સ-સામાન્ય) પ્રવાહમાં ૮૦% કરતા વધુ ગુણથી ઉત્તીર્ણ થયેલ હોય તેમને પુરસ્કાર પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવા અંગે કાર્યક્રમો યોજવા સહિત રમત- ગમત ક્ષેત્રે જિલ્લા અને તાલુકા કક્ષાએ સ્પર્ધાઓ યોજીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા અને  પર્વતારોહણ પ્રવાસનું આયોજન કરવા બાબતે સુચારુ સૂચનો આપ્યા હતા. અને સૌ સાથે મળીને યોગ્ય આયોજન કરી આગળ વધવા જણાવ્યું હતું.

 

[wptube id="1252022"]
Back to top button