
આદિવાસી પરિવારનાએક જ ઘરના બે સંતાનોએ મેડિકલ વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી ડોકટર બન્યા
નર્મદા જિલ્લા આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના આદિવાસી પરિવારનાએક જ ઘરના બે સંતાનોએ મેડિકલ વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી ડોકટર બની નર્મદા જિલ્લા આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ઊંડાણનું ગામ નાના કાકડી આંબા ગામના વતની અને સરકારી હાઈસ્કૂલ ખાતે અંગ્રેજી વિષયના સિનિયર શિક્ષક પીડી વસાવાના દીકરો વસાવા ધવલકુમાર અને દીકરી વસાવા ખુશ્બુબેનબંને સંતાનોને એમ.બી.એસ.એ.એમ.એસ.યુનિવર્સિટી વડોદરામાંથી કરેલ છે તેમાં ધવલ જામનગર ખાતે પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કરી હોસ્પિટલ ખાતે જનરલ સર્જન તરીકે કામ કરી રહ્યા છે જ્યારે દીકરી ખુશ્બુ વસાવા જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ગોત્રી વડોદરા ખાતે એમડી વર્ષમાં અભ્યાસ કરે છે. આદિવાસી પરિવારમાંથી બે ભાઈ બહેનોએ મેડિકલ વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી આદિવાસી સમાજનુંઅને શાળાનું ગૌરવ વધારતા અભિનંદન પાઠવ્યા હતા