NANDODNARMADA

નર્મદા જીલ્લામાં પોલીસ એથ્લેટીક મીટ-૨૦૨૩ નો પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ સંદીપ સિંહના હસ્તે પ્રારંભ

નર્મદા જીલ્લામાં પોલીસ એથ્લેટીક મીટ-૨૦૨૩ નો પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ સંદીપ સિંહના હસ્તે પ્રારંભ

રાજપીપળા : જુનેદ ખત્રી

રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા ખેલ જગતને પ્રોત્સાહન આપવા સારૂ ખેલ મહાકુંભ તથા સ્પોર્ટ એથ્લેટીકનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ ખેલ જગતમાં તમામ ખેલાડીઓ પોતાનું પ્રસંશનીય ખેલનું પ્રદર્શન કરી ગુજરાત રાજ્યનું નામ રોશન કરે તે માટે આ સ્પોર્ટ એથ્લેટીક મીટનું આયોજન કરી ખેલાડીઓનો ઉત્સાહ વધારેલ હોય જે અનુસંધાને સંદીપ સિંહ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદાના ઓએ નર્મદા જીલ્લામાં પોલીસ તણાવ મુક્ત થાય અને પોતાની ખેલ પ્રત્યેની ભાવના જાગૃત થઇ પોતાનામાં રહેલ પ્રતિભાને ઉજાગર કરી તણાવ મુક્ત કામગીરી કરે તેમજ પોલીસ દળમાં શિસ્ત અને શારીરીક ફીટનેશ તથા ટીમ સ્પીરીટની ભાવના ઉદભવે તે માટે રમત-ગમત ખુબજ અગત્યનું હોય તે હેતુથી પોલીસ એથ્લેટીક મીટનું આયોજન કરવામાં આવ્યું છે આ પોલીસ એથ્લેટીક મીટ-૨૦૨૩નું શુભારંભ પોલીસ મહાનિક્ષક વડોદરા વિભાગના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું

આ પોલીસ એથ્લેટીક મીટ-૨૦૨૩ તા.૨૮/૦૩/૨૦૨૩ થી તા.૩૧/૦૩/૨૦૨૩ સુધી રમાનાર હોય જીલ્લાના તમામ પોલીસ અધિકારી/પોલીસ કર્મચારીઓએ આ પોલીસ એથ્લેટીક મીટ-૨૦૨૩માં ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ છે. આ પોલીસ એથ્લેટીક મીટ-૨૦૨૩ માં ઉંમરની કેટેગરી પ્રમાણે અલગ- અલગ રમતોનું આયોજન કરવામાં આવેલ છે. જે પૈકી ૧૦૦ મીટર દોડથી લઇને ૫૦૦૦ મીટરની દોડ તેમજ રીલે દોડ તથા ગોળાફેંક, ચક્ર ફેંક, લાંબી-ઉંચી કુદ, વોલીબોલ, કબડ્ડી, ક્રીકેટ, લીંબુ ચમચી, સંગીત ખુરશી, કોથળા દોડ વિગેરે જેવી રમતનું આયોજન કરવામાં આવેલ. આ પોલીસ એથ્લેટીક મીટ-૨૦૨૩માં વિજેતા ઉમેદવારને પ્રોત્સાહન ઇનામ તથા પોલીસ એથ્લેટીક મીટ-૨૦૨૩ અંતર્ગત પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે

[wptube id="1252022"]
Back to top button