
નર્મદા પરિક્રમા કરતા ભકતો માટે પગપાળા ચાલતા નદી પાર કરવા ઉપર પ્રતિબંધ : જોઈલો જાહેરનામું
નર્મદા જિલ્લા અધિક કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું : જાહેરનામા ભંગ બદલ થઈ શકે છે કાર્યવાહી
રાજપીપળા : જુનેદ ખત્રી
માં નર્મદાની પરિક્રમા એક વિશેષ મહત્વ ધરાવે છે હાલમાં પરિક્રમા કરવા માટે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો નર્મદા જિલ્લામાં આવી રહ્યા છે અહીંયા પરિક્રમા કરતા કેટલાક ભક્તો નર્મદા નદીમાંથી જીવના જોખમે પગપાળા ચાલતા નદીમાંથી પસાર થઈ રહ્યા હોવાના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા હતા ઉપરાંત કેટલાક સમાચાર પત્રોમાં અને ટીવી ચેનલમાં પણ આ બાબતેના અહેવાલ પ્રસિદ્ધ થયા હતા
આ સંદર્ભે નર્મદા જિલ્લા અધિક કલેકટરે ભક્તોની સુરક્ષા ને ધ્યાનમાં લઈ પગપાળા નર્મદા નદી ઓળંગવા ઉપર પ્રતિબંધ ફરમાવતા જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં જણાવ્યું છે કે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના અસંખ્ય ભાવિકો ચૈત્ર મહિનામાં ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા માટે નર્મદા જિલ્લામાં પહોંચતા હોય છે. નાંદોદ તાલુકાના રામપુરા ગામથી પરિક્રમા શરૂ કરી, બે વખત નર્મદા નદી હોડી મારફત પાર કરી, પરત ૨ામપુરા ગામ ખાતે પધારતા હોય છે.
તા ૨૬/૦૩/૨૦૨૩ ના રોજ ભાવિકો દ્વારા માનવ સાંકળ રચી, પગપાળા નદીમાંથી પસાર થઈ સામેના કિનારે પહોંચવાની ઘટના ધ્યાને આવેલ છે. જે ઘટના અત્યંત જોખમકા૨ી હોઈ તથા નર્મદા નદીમાં મગરો પણ અસ્તિત્વ ધરાવતાં હોઈ તેઓ માનવ ઈજા ન પહોંચાડે તે હેતુ૨ા૨ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ત્ પરિક્રમા માટે પધારતા ભાવિકો પગપાળા નદીમાંથી પસાર થઇ નદી પાર કરે તેવી ઘટના ન બને તે માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે
આ જાહેરનામાનો ભંગ કરનાર ભક્તો સામે પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના અધિકારીઓને સત્તા સોંપવામાં આવી છે
બોક્ષ…
માં નર્મદાની પરિક્રમા કરવા હજારોની સંખ્યામાં ભક્તો દરરોજ આવી રહ્યા છે હોડીઓમાં કેપેસિટી કરતા વધારે લોકોને બેસાડવામાં આવે છે તો કોઈ અનિચ્છનિય ઘટના બને તો જવાબદાર કોણ ??? આ સવાલ પણ ચર્ચાઈ રહ્યો છે






