NANDODNARMADA

રાજપીપળા કસ્બા જમાત હોલ ખાતે મેડિકલ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું

રાજપીપળા કસ્બા જમાત હોલ ખાતે મેડિકલ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું

રાજપીપળા મુસ્લિમ વેલ્ફેર કમિટી દ્વારા આયોજિત કેમ્પમાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના મેડિકલ ડોકટર સહિત ખાનગી તબીબો અને હાડકાના ડોક્ટરોએ સેવા આપી હતી

રાજપીપળા: જુનેદ ખત્રી

રાજપીપળા ખાતે કસ્બા જમાત હોલમાં રાજપીપળા મુસ્લિમ વેલ્ફેર કમિટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં રેડક્રોસ સોસાયટી રાજપીપળા ના સહયોગથી બ્લડ કલેક્શન કરાયું હતું ઉપરાંત જિલ્લા પંચાયત નર્મદા ના આરોગ્ય વિભાગ દ્વારા તબીબી સેવાઓ પૂરી પાડી મેડિકલ તપાસ હાથ ધરાઇ હતી અને દર્દીઓને મફતમાં નિદાન કરી અને દવા પણ આપવામાં આવી હતી ઉપરાંત રાજપીપળાના શિવ શક્તિ હોસ્પિટલના તબીબ આર્તિક ખાનપરા અને દાંતના ડોકટર હિતેશા ખાનપરા દ્વારા પણ મેડિકલ કેમ્પમાં નિશુલ્ક તપાસની સેવા આપવામાં આવી હતી ઉપરાંત બોડેલીના તબીબ ઓર્થો સર્જન ડોક્ટર આરીફ ખત્રી દ્વારા દર્દીઓને હાડકાને લગતી સમસ્યા મુદ્દે તપાસની સેવા આપી હતી સમગ્ર કેમ્પમાં મેડિકલ તપાસમાં ૪૧૫ દર્દીઓએ લાભ લીધો હતો અને ૩૦ યુનિટ બ્લડ એકત્રિત કરાયું હતું

આયોજકો દ્વારા જણાવ્યું હતું કે કેમ્પથી સમાજને લાભ થાય અહી રહેતા દરેક સમાજના લોકો કેમ્પ નો લાભ લે ઉપરાંત સમાજ સેવાની લોકોમાં ભાવના જાગે જરૂરત મંદ લોકોને લોહી મળી રહે તેવા શુભ આશય સાથે આજે કેમ્પનું આયોજન કરાયું છે

*** લોહી આપવાથી કોઈજ નુકશાન નથી થતું : અલ્તાફ ભાઈ કુરેશી

બ્લડ ડોનેશન કરવાની વાત આવે ત્યારે કેટલાક લોકો ગેરસમજના કારણે બ્લડ ડોનેટ કરવાથી દૂર રહેતા હોય છે પરંતુ 108 ના પાયલોટ અલ્તાફભાઈ કુરેશી એ જણાવ્યું હતું કે લોહી ડોનેટ કરવાથી શરીરમાં કોઈ પણ પ્રકારની તકલીફ થતી નથી આપણું શરીર ત્રણ મહિને લોહીનું નિર્માણ કરતું રહે છે ત્યારે અવશ્ય બીજાને મદદરૂપ બનવા માટે લોહી આપવું જોઈએ અલ્તાફ ભાઈ વધુમાં જણાવે છે કે જ્યારે કોઈ દર્દીને લોહીની જરૂર જણાય તેઓ અવશ્ય લોહી આપે છે

[wptube id="1252022"]
Back to top button