
રાજપીપલા બરોડા સ્વ રોજગાર સંસ્થાની ઓફીસમા થયેલ કોમ્પ્યુટર ચોરીનો ભેદ ઉકેલાયો
સંસ્થાના સફાઈ કર્મીએ કોમ્પ્યુટર અને સીપીયુ સહિતનો મુદ્દામાલ ચોરી કરી હોવાનું સામે આવ્યું
રાજપીપલા : જુનેદ ખત્રી
પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપલા બરોડા સ્વ-રોજગાર વિકાસ સંસ્થાની ઓફીસમાંથી તા.૨૩/૦૯/૨૦૨૨ થી તા.૧૦/૧૦/૨૦૨૨ દરમ્યાન સંસ્થાની ઓફિસનું તાળુ ચાવીની મદદથી ખોલી તેમાના કોમ્પ્યુટરો સી.પી. યુ સાથેના સેટ નંગ-૦૮ આશરે કિ.રૂ.૧,૨૦,૦૦૦/- ની ચોરીની ફરીયાદ રાજપીપળા પોલીસ મથકના ચોપડે નોંધાઈ હતી જેની તપાસ આર જી. ચૌધરી પીઆઇ રાજપીપલા પોલીસ સ્ટેશન દ્વાર ચોરી ડીટેક્ટ કરવા સુચના કરતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.એમ.લટા તથા રાજપીપલા પોલીસ સ્ટાફના માણસોએ સંસ્થામા સફાઈ કરતા પટાવાળા શકદાર ઈસમ આરોપી હેમચંન્દ્રભાઈ ઉમેદભાઈ વસાવારહે. મોટીચીખલી મહારાજ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા ની યુક્તીપુર્વક અલગ-અલગ રીતે પુછપરછ કરતા સદર ઈસમે સ્વ-રોજગાર વિકાસ સંસ્થાની ઓફીસમાંથી કોમ્પ્યુટરો સી.પી.યુ સાથે ચોરી કરેલા હોવાની કબુલાત કરતા તેની પાસેથી કુલ-૦૬(છ) કોમ્પ્યુટરો સી.પી.યુ સાથે રીકવર કરી આરોપી વિરુધ્ધમા કાયદેસરકાર્યવાહી કરવામાં આવી છે






