
બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે ધોરણ-૧૦ ગુજરાતી વિષયની પરીક્ષામાં ૨૦૪ વિદ્યાર્થીઓની ગેરહાજરી
ધોરણ-૧૨ (HSC) સામાન્ય પ્રવાહમાં નામાના મૂળતત્વો વિષયમાં ૫૫૭ વિધાર્થીઓ હાજર અને ૧૦ ની ગેરહાજરી
વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનની પરીક્ષામાં ૧૧૬૩ વિધાર્થીઓની હાજરી અને ૧૬ ની ગેરહાજરી
રાજપીપલા : જુનેદ ખત્રી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થયેલી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) ની જાહેર પરીક્ષાઓનો આજે નર્મદા જિલ્લામાં શાતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનાં પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ આજે પ્રથમ દિવસે સવારે ધોરણ- ૧૦માં આજનાં ગુજરાતી વિષયમાં નોંધાયેલા કુલ- ૭૩૮૯ વિદ્યાર્થીઓ પૈકી ૭૧૮૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૨૦૪ વિદ્યાર્થીઓ તેમાં ગેરહાજર રહ્યાં હતાં. તેવી જ રીતે અંગ્રેજી વિષયમાં નોંધાયેલા ૧૭૨ પૈકી એક વિદ્યાર્થી ગેરહાજર રહેતા ૧૭૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
આજે બપોરે લેવાયેલી ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહમાં નામાના મૂળતત્વો વિષયની પરીક્ષામાં નોંધાયેલા કુલ ૫૬૭ વિદ્યાર્થીઓ પૈકી ૫૫૭ ની હાજરી અને ૧૦ વિદ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઇ હતી. જ્યારે ધોરણ- ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન વિષયની પરીક્ષામાં નોંધાયેલા કુલ-૧૧૭૯ વિદ્યાર્થીઓ પૈકી ૧૧૬૩ વિદ્યાર્થીઓએ આજે પરીક્ષા આપી હતી અને તેમાં ૧૬ વિર્થીઓની ગેરહાજરી નોંધાઇ હતી.






