NANDODNARMADA

નાંદોદના ધાનપોર ગામે દલિત પરિવાર ઉપર હુમલા બાદ પરિવારને ન્યાય મળે તેવી માંગ સાથે દલિત સંગઠનો દ્વારા આવેદન

નાંદોદના ધાનપોર ગામે દલિત પરિવાર ઉપર હુમલા બાદ પરિવારને ન્યાય મળે તેવી માંગ સાથે દલિત સંગઠનો દ્વારા આવેદન

સમગ્ર ઘટનામાં ધાનપોર ગામના સરપંચ તથા તલાટી કમ મંત્રી તથા પંચાયતના હાલના તમામ સભ્યોની સંડોવણી હોવાનો આવેદનમાં આક્ષેપ

રાજપીપળા: જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધાનપોર ગામે પાણીની બાબતે એક દલિત પરિવાર ઉપર સરપંચ સહિત ગામના કેટલાક લોકોએ હુમલો કરી મારામારી અને જાતિ વિષયક શબ્દો બોલી મરીનાખવાની ધમકી આપવાની ઘટના બની હતી ત્યારબાદ રાજપીપળા પોલીસ મથકમાં સરપંચ સહિત અન્ય સાત લોકો વિરુધ એટ્રો સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધાઈ છે

જોકે સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં દલિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ ઘટના બાદ રાજપીપળા તાલુકા વણકર સમાજ સેવા ટ્રસ્ટ તેમજ રાજ યુવા સંગઠન સેવા ટ્રસ્ટ વડોદરા સહિત સામાજિક સંસ્થાઓના નેજા હેઠળ રાજપીપળામાં આંબેડકર ચોક ખાતેથી રેલી કાઢી જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન આપવામાં આવ્યું હતું જેમાં પીડિત પરિવારને ન્યાય મળે તેવી માંગ કરાઇ હતી

ઉપરાંત જણાવ્યું છે કે આઝાદીના ૭૫ વર્ષ થયા છતાં અમો દલિતો તથા આદિવાસી સમાજને આઝાદી મળી નથી એ સાબિત કરતો તા. ૦૫.૦૩.૨૦૨૩ નો ધાનપોર, તા. રાજપીપળા, જી નર્મદા ના રહિશ પરમાર રેસુદાબેન તે પરમાર જયશભાઇ ડાહ્યાભાઇ પરમાર એ ત્યાં તેમના ઘર આંગણે ધોળા દિવસે થયેલ અમાનવીય અત્યાચાર એથી વિશેષ શું હોઇ શકે?

રેસુદાબેન જયેશભાઇ એ માત્ર પોતાના માટે જ નહીં પરંતુ આખા વણકર વાસ (પરમાર ફળિયા) ને પીવાનું પુરતું પાણી નહીં મળવાથી તેની રજુઆત ગામના સરપંચના પતિ વસાવા અમલેશભાઇ મનુભાઇને ફોન કરી ને જાણ કરતાં આ કામના તમામ આરોપીઓ એક સંપ થઇને પોત-પોતાની બાઇકો લઇ રેસુદાબેન જયેશભાઇના ઘરે આવી રેસુદાબેનને વાળ પકડી ઘરમાંથી બહાર ખેંચી લાવી લાકડીથી તથા લાતોથી માર મારેલ છે. અમોને આપને એક પ્રશ્ન થાય છે કે એક પતિ પણ પોતાની પત્નિ પર હાથ ઉગામી શકતો નથી તો આ પટેલોને એક દલિત મહિલા પર આવો અત્યાચાર કરવાનો અને જાતિ વિષયક ગાળો ભાંડવાની સત્તા કોણે આપી? બીજો પ્રશ્ન એ થાય છે કે ધાનપોર ગ્રામ પંચાયતે આશીષ કંચનભાઇ પટેલને પીવાના પાણી આપી તેની ખેતીમાં સિંચાઇ કરવા માટે પાણીનું કનેકશન કોણે આપ્યું? કયા કાયદા હેઠળ આપ્યું?

ઉપરાંત ધાનપોર ગામના સરપંચ તથા તલાટી-કમ-મંત્રી તથા પંચાયતના હાલના તમામ સભ્યોની સીધી સંડોવણી હોવાનો અખેપ કરાયો છે તેઓ તમામ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરાઇ છે

ભારતના સંવિધાનમાં વાણી સ્વાંત્ર્યતાનો અધિકાર આપવામાં આવ્યો છે. તેમાં મહિલાઓ પર થતા અત્યાચારો રોકવા પણ ઘણાં અસરકારક કાયદાઓ બનેલા છે. આમ છતાં તેવા તમામ કાયદાઓનો છડેચોક ભંગ કરી દલિત મહિલાના ઘરે જઇ ઘરમાં પ્રવેશ કરી મહિલાને તથા તેના પતિને માર મારી જાનથી મારી નાખવાની ઘમકી આપી વિભિત્સ ગાળો અને જાતિ વિષયક અપશબ્દ બોલી ગંભીર પ્રકારનો ગુનો કરેલ છે અને તે પ્રમાણે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં એફ.આઇ.આર. થયેલ છે. આમ છતાં પેટલોની ઉંચી લાગવગ અને રાજકારણના આટાપાટા નો લાભ લઇ એ આરોપીઓને જામીન પર છોડવામાં આવે તો રેસુદાબેન ને તથા તેના પરિવારને જાન માલનું નુકશાન થાય તેવી પુરેપુરી વકી છે અને હકીકત તદ્દન સાચી છે તેથી અમારી માંગણી છે કે આ કામના આરોપીઓને જામીન પર મુકત ન કરવા જોઇએ તેવી આવેદનમાં માંગ કરાઇ છે

[wptube id="1252022"]
Back to top button