
નર્મદા : દફતર ખભે ઉપાડી શાળાએ જવાની ઉંમરે સાયકલ ઠેલી મજૂરી કરતા બાળકોનું કરૂણ દ્રશ્ય
સાયકલ પાછળ ત્રણ મહિનાની નાની બાળકીનું ઘોડિયું, સાયકલ ઉપર સવાર ત્રણ વર્ષનો એક ભાઈ સાથે રોજગારી માટે સાયકલ દોરી જતો પાંચ વર્ષીય બાળક
રાજપીપળામાં કચરો વીણવાનું કામ કરતો આ પરિવાર તેના પિતા સાથે ત્રણ માસુમ બાળકો સાથે સાઇકલ સવારી કરી રહ્યો છે ? બાળકોના ભવિષ્યનું શું ?
રાજપીપળા: જુનેદ ખત્રી
“બાળ મજૂરીએ ગુનો છે” !! આ કાયદો ગરીબ લોકોમાટે કદાચ લાગુ પડતો નથી કારણ ગરીબી અને બેકારીનો રાક્ષસ મજબૂરીના ભોગે એમની પાસે મજૂરી કરાવે છે. ભલે દોષનો ટોપલો સરકાર પર ના ધોળીએ પણ રોજગારી આપવાની વાત અને બાળમજૂરીના કાયદાનો છેદ ઉડતો જરૂર જણાય છે. ખુલ્લેઆમ જાહેર રોડ પર આ ત્રણ માસુમ બાળકોનો પરિવાર મજૂરી કરવા નીકળે ત્યારે તો હદ કહેવાય.
જે માસુમ બાળકોના રમવાનાં અને સ્કૂલે જવાનાં દિવસોમાં છીનવાઈ જતા બાળપણ વચ્ચે મજૂરી કરવા મજબૂર બનતા આ બાળકોનુ ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ જતું જણાય છે જેને કોણ બચાવશે ?? શિક્ષણથી વંચિત રહી ગયેલા આ બાળપણને ?? એ લાખ રૂપિયાનો સવાલ સરકાર અને સમાજ સામે જરૂર ઉભો થાય છે.
રાજપીપલામાં કચરો વીણવાનું કામ કરતો આ પરિવાર તેના પિતા સાથે ત્રણ માસુમ બાળકો સાથે સાઇકલ સવારી કરાવતું વરવું દ્રશ્ય જોવા મળ્યું. ત્રણ મહિનાની બાળકીને ઝોળીમાં સુવડાવી ત્રણ વર્ષના ભાઈને ટ્રાઈસિકલ પર બેસાડીને પાંચ વર્ષનો બાળ મજુર બાળ મજૂરી કરવા નીકળતો બાળ મજુરનુ વરવું દ્રશ્ય જોવા મળ્યું.
આ અંગે એના પિતાને સવાલ કરતા જણાવે છે કે અને રાજપીપલાના રહેવાસી છીએ અને ભંગાર વીણવા જઈએ છીએ. મારા ત્રણ બાળકો મારી સાથે છે.એની માં પણ ભંગાર વીણવા ગઇ છે.બાળક સાયકલ શીખવાની પ્રેક્ટિસ કરી રહ્યો છે. સ્કૂલમાં નામ તો લખાવ્યું છે પણ સ્કૂલે જતો નથી. આશ્ચર્ય અને ખેદની વાત એ છે કે આ માસુમ બાળકો કચરામાં ગંદકીમાં હાથ નાખીને કચરો વીણતા હોય ત્યારે એમના આરોગ્ય સ્વાસ્થ્ય માટે પણ ખતરો પુરવાર થાય એમ છે. રાજપીપલા સહીત જિલ્લા માં આવા કેટલા બાળ મજૂરો હશે જે મજબૂરીમાં બાળમજૂરી કરતા હશે. આવા બાળકો બાળ મજૂરી ને બદલે સ્કૂલે જાય એ ઈચ્છનીય છે.