
રાજપીપળાની કલરવ પ્રાથમિક માધ્યમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
રાજપીપળા: જુનેદ ખત્રી
રાજપીપળામાં રાજેન્દ્રનગર યુથ ક્લબ સંચાલિત શિશુવિહાર બાલ મંદિર અને કલરવ પ્રાથમિક શાળા/ માધ્યમિક શાળા/ કલરવ હાયર સેકન્ડરી (વિ.પ્ર) ના સંયુક્ત ઉપક્રમે આનંદ મેળો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં રાજપીપળાના મહારાજા રઘુવીરસિંહજી ગોહિલ, મહારાણી રૂકમણી દેવી, રાજપીપળા નગરપાલીકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારા, સંસ્થાના ટ્રસ્ટીઓ, આચાર્યો, ગજેન્દ્રસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓ દ્વારા અલગ અલગ પ્રકારના હિન્દી ગીતો પર મનમોહક નૃત્ય કરી પોતાની કળાનું પ્રદર્શન કર્યું હતું.દરમિયાન હાજર મહેમાનો અને શાળાના ટ્રસ્ટીઓ દ્વારા બાળકોને રોકડ રૂપિયાનું ઇનામ આપી પ્રોત્સાહિત પણ કર્યા હતા.






