
૨૪ ફેબ્રુઆરી
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
આજરોજ થરાદ તાલુકાના ડેલ ગામના નિવાસી દુદાભાઈ વિહાભાઈ વાણીયા એ પોતાના જન્મ દિવસની નિમિતે કરી અનોખી રીતે ઉજવણી. આજના યુગમાં યુવાનો પોતાના જન્મ દિવસની ઉજવણી કેક અને ખોટા પીણામાં ખર્ચા કરી રહ્યા છે ત્યારે દૂદા ભાઈ એ પોતે પોતાના જન્મ દિવસ નિમિતે શ્રી નવચેતન પ્રાથમિક શાળા માં કુલ ૧૬૦ વિધાર્થીઓને નોટબુક, બોલપેન અને ચોકલેટ આપી જન્મ દિવસની ઉજવણી કરી જેમાં આજના યુગમાં યુવાનોને અલગ સંદેશો પાઠવ્યો કે તમે પોતાના જન્મ દિવસની ખોટા ખર્ચા ન કરો અને આજના ડિજિટલ યુગમાં બાળકોને એવી ભેટ આપો જેનાથી બાળકોને કામ આવે અને જેમાં દુદાભાઈ એ જન્મ દિવસ નિમિતે શિક્ષણ પ્રત્યે લાગણી દાખવી અને બાળકોને સપ્રેમ ભેટ આપી
[wptube id="1252022"]