
વિજાપુર જયન્ટ્સ ગૃપ દ્વારા રક્તદાન કરી 52 બોટલો એકત્રીત કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર જાયન્ટ્સ દ્વારા થેલેસીમિયાગ્રસ્ત અને બ્લડ કેન્સર પીડિત બાળકો માટે iMA બ્લડ બેન્કને સાથે રાખીને ગોવિંદપુરા જૂથ પંચાયત પ્રાથમિક શાળામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગ્રૂપના સભ્યો અને વિજાપુર વિસ્તારના સેવાભાવી લોકો દ્વારા રક્તદાન કરીને 52 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું.આ તકે જાયન્ટ્સ દ્વારા સેવાભાવી સભ્યોનો અને બ્લડ બેન્ક નો સહકાર આપતા જાયન્ટ્સ ગૃપ દ્વારા કૌશિક પટેલે આભાર માન્યો હતો તેમજ હાલમાં લોહીની ઘણી અછત ના કારણે બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા એકત્રીત કરવામાં આવેલ લોહી થી જરૂરિયાત વાળા વ્યક્તિ નો જીવ બચી શકે છે શહેરમાં ઘણી વખત અકસ્માત સર્જાય છે ત્યારે લોહી ની જરૂર પડે તાલુકાના કોઈને અહીં તહી ભટકવુ ના પડે અને સરળતા પૂર્વક લોહી મળી તે માટે જાયન્ટ્સ ગૃપ અવિરતપણે સેવાઓ આપી રહી છે