AMRELIRAJULA

રાજુલા શહેર ના ખડપીઠ માં આવેલી મનીષ બેન્ગ્લ માં લાગી આવી ..

યોગેશ કાનાબાર રાજુલા..

રાજુલા શહેર ના ખડપીઠ માં આવેલી મનીષ બેન્ગ્લ માં લાગી આવી ..

રાજુલા ની ની માનવતા અને કોમી એકતા ના દર્શન આ આગમાં ની ધટના માં જોવા મળ્યા ….

પોલીસે હોમગાર્ડ તેમજ આસપાસ નાં વેપારી ની મહેનત થી આગ કાબુમાં લેવાઈ

રાજુલા ખડપીઠ માં અને શાકમાર્કેટ ની અંદર આવેલ મનીષ બેંગલસ માં વહેલી સવારે આગ લાગી આ આગ ના સમાચાર રાત્રી નાં નાઈટ ડ્યુટી કરી રહેલ હોમગાર્ડ જવાનો ને મળતા ધટના સ્થળે દોડી ગયેલ પરંતુ આ આગ વધુ ભયાનક હોય જેથી ફરજ પરના પોલીસ અધિકારી ને જાણ કરવામાં આવેલ ત્યારે રાત્રી ફરજ બજાવતા જયરાજભાઈ તેમજ કાળુભાઇ ધટના સ્થળે દોડી આવ્યા અને તાત્કાલિક વીજળી પુરવઠો બંધ કરાવી ફાયર ને જાણ કરવામાં આવેલ ત્યારે ફાયર જ્યાં સુધી આવે ત્યાં સુધી આજુબાજુ ના વેપારીઓ હોમગાર્ડ જવાનો એ બાજુ ના ધર ના લોકો ને જગાડી ને પાણી થી આગ બુઝાવવા પ્રયત્ન શરૂ કરેલ પરંતુ આ આગ એટલી વિકરાળ બનતી જતી હતી કે કાબૂ માં લેવું અતિ કપરી બાબત હતી આ સમય માં ફાયર ની ટીમ ધટના સ્થળે આવી પરંતુ આ આગ લાગી ત્યાં સુધી ફાયર પહોંચી શકે તેવી સ્થિતિ ના હતી દુકાન કોમ્પલેક્ષ માં હોય માર્કેટ ની અંદર હોય ત્યારે નાનું ફાયર બંધ હોવાથી મોટું ફાયર આવેલ ત્યારે આ આગ ને હવે કેવી રીતે કાબૂ માં લેવી તેજ મોટી વાત હતી ત્યારે આ વિસ્તાર માં રહેતા અમૂલખ મશીનરી વાલા વેપારી ને ફોન કરેલ અને આગ ની ધટના ની વાત કરતા તેમણે તેજ સમયે રાત્રી ના દુકાન ખોલી 400 ફૂટ પાઇપ કાઢી આપ્યો અને ફાયર માંથી પાણી શરૂ કરેલ પરંતુ લાઈટ ના હોવાથી તકલીફ પડી રહેલ હતી ત્યારે આ વિસ્તાર ના ઇલેક્ટ્રિક ના વેપારી હનુમંત ઇલેક્ટ્રિક વાલા નરેશભાઈ ને ધટના જાણ થતાં તેમણે તાત્કાલિક દુકાન ખોલી ને ચાર્જિંગ બેટરીઓ કાઢી આપેલ સતત બે કલાક ની ભારે જહેમત બાદ આ આગ કાબૂ માં લેવામાં સફળતા મળેલ હાલ આ આગ કેવી રીતે લાગી અને કેટલું નુકશાન તેની માહિતી મળી શકી નથી….

[wptube id="1252022"]
Back to top button