NANDODNARMADA

રાજપીપળા હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં ભવ્ય શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું

રાજપીપળા હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં ભવ્ય શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું

રાજપીપળા: જુનેદ ખત્રીરાજપીપળામાં હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે સાત દિવસ સુધી ચાલનારી શિવ મહાપુરાણ કથામાં વડોદરાના પ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ શાસ્ત્રીએ ભક્તોને શિવ મહાપુરાણ નું સુંદર રસપાન કરાવ્યું હતું શિવરાત્રી નો તેહવાર નજીક છે ત્યારે આધ્યાત્મિક વાતાવરણ ઉભુ થાય તેવું શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું કથાની શરૂઆતમાં ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરાયું ત્યારબાદ સાત દિવસ સુધી સતત શિવ મહાપુરાણ કથા નું આયોજન કરાયું હતુ

આયોજકો દ્વારા જણાવ્યું હતું કે શિવ મહાપુરાણ કથાનું આયોજન હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારના તમામ રહીશોના સાથ અને સહકારથી કરવામાં આવ્યું છે આ એક સુંદર ધાર્મિક પ્રસંગનું આયોજન છે આયોજનનો મુખ્ય હેતુ શાંતિ સમૃદ્ધિ મય ધાર્મિક વાતાવરણ ઊભું થાય સમગ્ર વિશ્વમાં સૌ હળી મળીને એક થઈને રહે તેઓ રહેલો છે કથાના અંતમાં વિશેષ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાવિ ભક્તોને લાભ લેવા માટે આયોજકો દ્વારા જણાવ્યું હતું

[wptube id="1252022"]
Back to top button