NANDODNARMADA

નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આર્થિક તંગીના કારણે ત્રણ બાળકોનું ભવિષ્ય અંધકામય!?

નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આર્થિક તંગીના કારણે ત્રણ બાળકોનું ભવિષ્ય અંધકામય!?

માતા પિતાની છત્ર છાયા ગુમાવ્યા બાદ દાદી સાથે રહે છે ત્રણેય બાળકો , આર્થિક તંગીને કારણે ભણતર છોડવું પડ્યું

રાજપીપળા: જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં હાલ ઘણાં પરિવારો એવા છે કે જેઓ આર્થિક તંગીને લીધે પોતાના બાળકોનો અભ્યાસ અધૂરો છોડવવા પર મજબુર બની જાય છે. ડેડીયાપાડા વિસ્તારમાં પણ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સોરાપાડા ગામે રહેતા ત્રણ બાળકોના માતા પિતા અકાળે અવસાન પામતા હાલ તેઓ નેત્રંગ નજીક કંબોડીયા ગામે પોતાની વૃદ્ધ દાદી સાથે રહે છે. દાદી પણ કાળી મજૂરી કરી રોજના ૧૫૦ રૂપિયા કમાય છે, આર્થીક તંગીને લીધે દાદી બાળકોને અભ્યાસ પણ કરાવી શકતી નથી.

દાદી મધુબેન કાનજીભાઈ વસાવા પોતાની મનોવ્યથા ઠાલવતા જણાવે છે કે વર્ષ ૨૦૧૫ માં મારી પુત્રી અને ૨૦૧૮ માં મારા જમાઈનું નિધન થયું હતું, બાદ બે દીકરા અને એક દિકરીની સંભાળ રાખવા વાળુ કોઈ ન્હોતું.જેથી હું એમને મારી સાથે લઈ આવી.હું મજૂરી કરીને ૧૫૦ રૂપિયા રોજ કમાઈ જીવન ગુજરાન ચલાવું છું, હું એમને ખવડાવું કે ભણાવું એ પ્રશ્ન ઊભો થયો હતો.આર્થિક તંગીને લીધે અને બાળકોનું બીજું કોઈ ન હોવાને લીધે ૧૬ વર્ષના મોટા દીકરા સુમિતનો ૦૭ મુ ધોરણ ભણ્યા પછી જયારે ૧૨ વર્ષના નાના દીકરા પિયુષનો ૦૭ મુ ધોરણ ભણ્યા પછી અભ્યાસ છુટી ગયો.જ્યારે સૌથી નાની દીકરી ૧૦ વર્ષની રક્ષિતા હાલ ચોથા ધોરણમા અભ્યાસ કરી રહી છે.

જો સ્થાનિક કક્ષાએ મજુરી ન મળે તો હું કાઠીયાવાડ સુધી મજૂરી કરવા જાઉ ત્યારે ત્રણેવ બાળકોને મારી સાથે જ લઈ જવા પડે.જો હું એમને મારી સાથે ન લઈ જાઉં તો એમનું ધ્યાન કોણ રાખે, મારી સિવાય એમનું બીજું કોઈ નથી.એક ટાઈમ હું ભૂખી રહુ છું પણ બાળકોને ભૂખ્યા નથી રાખતી.આજ દીન સુધી કોઈ સરકાર દ્વારા મળતાં અનેક લાભ જેવા કે અનાથ બાળકોના પુનરવસન અને અભ્યાસ માટે કોઈ સહાય કે મદદ મળી ન હોવાથી બાળકોને શિક્ષણ અધવચ્ચેથી છોડી દઈ હાલમાં ઘરે બેસવાનો વારો આવ્યો છે.

ત્રણેય માસુમ બાળકોના માતા પિતાનું અકાળે અવસાન થતાં ૭૦ વર્ષિય વૃદ્ધ દાદી મધુબેન કાળી મજૂરી કરવા મજબૂર બન્યા છે.જેથી ગુજરાત સરકાર જે તે જિલ્લામાં પોતાના કર્મચારીઓ પાસેથી જરુરી સર્વે કરાવી આવા પરિવારોને શોધી કાઢી અધુરો અભ્યાસ શરૂ કરાવે અને આર્થિક મદદ કરે તો એવા ગરીબ વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ ઉજળું બની શકે અને દેશના વિકાસમાં તેઓ સહભાગી પણ બની શકે.

[wptube id="1252022"]
Back to top button