
નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું
રાજપીપળા: જુનેદ ખત્રી
નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તરોપા ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમા ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા, નાંદોદ તાલુકા પંચાયતના માજી તાલુકા પ્રમુખ જતીનભાઈ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા રમત દ્વારા માનસિક અને શારીરિક તંદુરસ્તી બાબતે તેમજ ખેલો ઇન્ડિયા જેવા કાર્યક્રમ દ્વારા બાળકોમાં રહેલ શક્તિઓને બહાર લાવવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અને આ પ્રકારના આયોજન માટે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની તેમણે પ્રશંસા કરી હતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં નર્મદા જિલ્લાના પાંચ તાલુકામાંથી પાંચ ટીમો ઉપસ્થિત રહી હતી. સેમિફાઇનલમાં ગરુડેશ્વર અને સાગબારા ટીમ વચ્ચે ખૂબ જ રોમાંચક મુકાબલો જોવા મળ્યો જેમાં સાગબારાએ પહેલા બેટિંગ કરતા ૦૮ ઓવરમાં ૯૯ રન કર્યા હતા. અને બીજી બેટિંગ કરતાં ગરુડેશ્વરની ટીમે પણ ૯૯ રન કરતાં મેચ ટ્રાઈ પડી હતી અને રોમાંચક સુપર ઓવરમાં મુકાબલામાં સાગબારાનો વિજય થયો હતો. ફાઈનલ મેચ ડેડીયાપાડા અને સાગબારા વચ્ચે રમાઈ હતી. જેમાં સાગબારા એ ૮૬ રનનો ટાર્ગેટ દેડીયાપાડાને આપ્યો હતો અને દેડીયાપાડાએ આસાનીથી વિજય મેળવ્યો હતો. ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ તરીકે નરેશભાઈને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. અને બેસ્ટ બેટર અને મેન ઓફ ધ સિરીઝની ટ્રોફી આઝાદભાઈને એનાયત કરવામાં આવી હતી. ફાઇનલમાં ઉપવિજેતા તરીકે સાગબારા ટીમની રનર્સ ટ્રોફી અને આજની ફાઇનલ મેચના વિજેતા દેડીયાપાડા ટીમને વિજેતા ટ્રોફી એનાયત જિલ્લા પ્રમુખ સુરેશ ભગત મહામંત્રી ફતેસિંગ વસાવા દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.







