તાહિર મેમણ – આણંદ, બુધવાર:: આણંદ નગરપાલિકા હદ વિસ્તારના તમામ મિલકત ધારકો/કબજેદારોને આગામી ચોમાસા ઋતુને અનુલક્ષીને આણંદ નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પોતાની માલિકી કે કબજા ભોગવટા હેઠળની જર્જરીત અને ભયજનક ઈમારતો,મકાન,દુકાન વગેરેમાં ચોમાસાની ઋતુને ધ્યાને લઈ સાવચેતીના પગલાં માટે તાત્કાલિક અસરથી ઉતારી નાંખવા, સુરક્ષીત કરવા અથવા મરામત કરવા માટે જાહરે જનતાને જણાવવામાં આવ્યું છે.
વધુમાં જર્જરીત અને ભયજનક ઈમારતો,મકાન,દુકાનમાં ઉપર મુજબની કામગીરી કરવામાં નહીં આવે અને જો ઈમારત ધરાશયી કે પડી જવાના લીધી જે જાનહાની/માલહાની કે રસ્તેથી પસાર થતા રાહદારીને કોઈ નુકશાન થશે તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી માલીક કે ભોગવટો કરનારની રહેશે.
આ ઉપરાંત હોર્ડિગ્સ બોર્ડ અને મોબાઈલ ટાવરોનું આણંદ નગરપાલિકા કચેરીના અધિકૃત સ્ર્ટકચરલ ઈજનેરશ્રીના સૂચન મુજબનું મજબૂતીકરણ કરાવી તે અંગેનું પ્રમાણપત્ર નગરપાલિકા કચેરીમાં દિન-૧૫માં રજૂ કરવાં જણાવવામાં આવે છે. વધુમાં મોબાઈલ ટાવર/હોર્ડિગ્સ બોર્ડ તૂટી પડવાના કારણે કોઈ જાનહાનિ/માલહાનિ કે રાહદારીને કોઈપણ નુકશાન થશે તો પણ તે અંગેને સંપૂર્ણ જવાબદારી હોર્ડિગ્સ બોર્ડ /મોબાઈલ ટાવરના માલિકની રહેશે
જે મિલકતની કાર્ટ-કચેરીમા કાર્યવાહી ચાલુ હોય તેવી મિલકત અંગે સંબંધિત સત્તાધિકારી પાસેથી પૂર્વ મંજુરી મેળવવાની રહેશે.તેમ વધુમાં જણાવ્યું છે.