SURENDRANAGAR

પાટડી તાલુકાના પાડીવાડા ગામની સીમમાં પાટપાસાનો જુગાર રમતા બે બાઈક સાથે બે ઈસમો ઝડપાયા,

રોકડા રૂ.13,320 અને મોબાઈલ નં 1 કિં.રૂ. 500 તથા બે બાઇક કિં.રૂ. 55,000 મળી કુલ રૂ. 68,820નો મુદ્દામાલ સાથે પાંચ ઈસમો ફરાર

તા.12/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રોકડા રૂ.13,320 અને મોબાઈલ નં 1 કિં.રૂ. 500 તથા બે બાઇક કિં.રૂ. 55,000 મળી કુલ રૂ. 68,820નો મુદ્દામાલ સાથે પાંચ ઈસમો ફરાર

સુરેન્દ્રનગર એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ જે વાય પઠાણ સહિતના પોલીસ સ્ટાફે અગાઉથી મળેલી બાતમીના આધારે ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના પાડીવાડા ગામનો ભરત ઈશ્વરભાઈ ઠાકોર પાડીવાડા ગામે રોઝવા ગામના માર્ગે આવેલા વેણ નામના સીમ વિસ્તારમાં જાહેરમાં પાટ પાસાનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે જેના આધારે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડી પાડીવાડા ગામના ભરત ઈશ્વરભાઈ ફત્તેપરા અને બાબુ નાગરભાઈ ફત્તેપરાને રોકડા રૂ. 13,320 અને એક મોબાઈલ કિં.રૂ. 500, બે બાઇક કિં.રૂ. 55,000 મળી કુલ રૂ. 68,820નો મુદ્દામાલ ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી હતી આ દરોડામાં પાડીવાડાના વીરા ચતુરભાઈ સુરેલા, બોલેરા, પાટણના શૈલેષ ભાણો, પાડીવાડાના રસીક ચતુરજી ઠાકોર, ભીમા કાનજીભાઈ ઠાકોર અને રમેશ રીભણભાઈ ઠાકોર પોલીસને થાપ આપીને ઘટના સ્થળેથી નાસી છૂટવામાં સફળ થયા હતા સુરેન્દ્રનગર એલસીબીના આ દરોડામાં ઇન્ચાર્જ પીઆઇ જે વાય પઠાણ, પરીક્ષિતસિંહ ઝાલા, દસરથભાઈ અને પેરોલ ર્ફલો સ્કોડના હરદીપસિંહ ઝાલા અને પ્રવીણભાઈ કોલા સહિતનો સ્ટાફ સાથે હાજર હતો.

[wptube id="1252022"]
Back to top button