
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
લુણાવાડામાં બની અદભુત ઘટના મોતીબાગ પાર્ટી પ્લોટ માં ટીંટોડીએ મૂક્યા છ ઈંડા.
મહીસાગરના લુણાવાડામાં એસએમ ખાંટ સાહેબના મોતીબાગ પાર્ટી પ્લોટ આવેલોછે.
જેના ગ્રાઉન્ડમાં જમીનપર એક ટીટોડીએ છ ઈંડા મૂક્યા છે. જે અદભુત ઘટના ગણી શકાય.
દેશી વિજ્ઞાન ના આધારે આપણા પૂર્વજો હવામાનતથા વરસાદ નીઆગાહી ટીંટોડીના ઈંડા પરથી અનુમાન કરતા હતા.
આમ પણ ટીંટોડી વિશે ઘણી માન્યતાઓ છે .તે ક્યારેય ઝાડ પર બેસતી નથી. અને કહેવાય છેકે જ્યારે ઝાડ પર બેસેતો કઈક કુદરતી મોટી હોનારત થાય. બીજી પણ માન્યતા છેકે તે તેના ઈંડામાથી બચ્યા નો જન્મ આપતી વખતે પારસ પથ્થર નો ઉપયોગ કરે છે. આમ ટીંટોડી અજીબ માન્યતાઓ ધરાવતુ પક્ષી છે.આમ તો ટીંટોડી બે ત્રણ કે ચાર ઈંડા મૂકતીહોય છે. પરંતુ આ વખતે લુણાવાડાના મોતીબાગ પાર્ટી પ્લોટના મેદાનમાં ટીંટોડીએ છ ઈંડા મૂક્યા છે.
અનેબધાજ ઈંડાના મૂખજમીન બાજુએ છે. જેથી કહી શકાય કે આ વર્ષનુ ચોમાસું છ મહિના સુધી ચાલશે અને વરસાદ પણ ધોધમાર પડશે. હાલ મોતીબાગ પાર્ટી પ્લોટનો સ્ટાફ આ ટીટોડીના ઈંડાને નુકસાન ન થાય તેમાટે સંભાળ રાખી રહ્યાછે.