રાજપીપળા કાર માઈકલ બ્રિજનું કામ કરતી એજન્સી વીજ ચોરી કરતા ઝડપાઈ !! વીજ કંપનીએ 92,845 નો દંડ ફટકાર્યો

રાજપીપળા કાર માઈકલ બ્રિજનું કામ કરતી એજન્સી વીજ ચોરી કરતા ઝડપાઈ !! વીજ કંપનીએ 92,845 નો દંડ ફટકાર્યો
વીજ થાંભલેથી ડાયરેકટ વાયર લગાવી વીજ ચોરી કરતા એજન્સી પકડાઈ જતા આબરૂના ધજાગરા
જાહેર સરકારી કામોના સ્થળોએ વીજ કંપની અવશ્ય તપાસ કરે તે જરૂરી
જુનેદ ખત્રી : રાજપીપલા
સામાન્ય માણસ ઘર વપરાશમાં કે અન્ય સ્થળે વીજ ચોરી કરે એ તો સંભાળવામાં આવે છે પણ સરકારનું કામ કરતી ખાનગી એજન્સી પણ પોતાના કામમાં વીજળીના થાંભલા ઉપરથી ડાયરેક્ટ કનેક્શન લઈ અને વીજળી ચોરી કરે તેવો કિસ્સો રાજપીપળામાં પ્રકાશિત થયો છે
હાલમાં રાજપીપળાના કાર માઇકલ બ્રિજનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર બ્રિનજલ ગાંધી નામના ઇસમ ની નામની એજન્સી દ્વારા કાર માઇકલ બ્રિજનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે..
ત્યારે 31 મે ના રોજ બાંધકામના સ્થળે પહોંચેલા કેટલાક પત્રકારો દ્વારા સદર એજન્સી દ્વારા વીજળીના થાંભલા ઉપરથી ડાયરેકટ વાયરો નાખી વીજ ચોરી કરીને ઇલેક્ટ્રીક સાધનોનો વપરાશ થઈ રહ્યો હોવાની હકીકત સામે આવતા સ્થળ ઉપર હાજર રહેલા સુપરવાઇઝરને આ બાબતે પૂછ્યું હતું ત્યારે સુપરવાઇઝરે ઊદ્ધતાય કરી જવાબ આપ્યો હતો કે તમારે જ્યાં છાપુ હોય તો છાપી દો અમે GEB સાથે ફોડી લઈશું.
આમ કહી સુપરવાઈઝર દાદાગીરી કરતા પત્રકારે સીધો જ GEB મા ફોન કરી જાણ કરતા GEB સ્ટાફ ત્યાં દોડી આવ્યો હતો અને વીજ પોલ ઉપર થી કરી રહેલી વીજ ચોરી ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરતાંજ વીજ ચોરી કરતી એજન્સીના સંચાલકોને પરસેવો વળી ગયો હતો..
આમ ચોરી ઉપર સીના જોરી કરી પત્રકારો સાથે દાદાગીરી કરતી એજન્સીનું વીજ ચોરી નું કારસ્તાન ઉઘાડું પડી જ GEB દ્વારા સદર મામલે કામ કરતી એજન્સીને જવાબદાર ઠેરવી રૂ. 92,845 નો દંડ ફટકાર્યો છે આ વિગતો સામે આવતા કરોડો રૂપિયાના કામો કરતી એજન્સીને આબરૂના ધજાગરા પણ ઉડ્યા હતા…
વીજ ચોરીનો કિસ્સો સામે આવતા હવે જાહેર સ્થળોએ ચાલતા સરકારી કામોના સ્થળોએ વીજ કંપની દ્વારા ચેકિંગ કરાય તે જરૂરી બન્યું છે