સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર મતગણતરી પૂર્વે જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્ય ક્ષસ્થાને બેઠક મળી
મતગણતરી કેન્દ્ર ખાતે કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહી

તા.03/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
મતગણતરી કેન્દ્ર ખાતે કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહી
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૦૯-સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર આવતીકાલે એમ પી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેની પૂર્વ તૈયારીની સમીક્ષા બેઠક જિલ્લા ચૂંટણી અધિકારી કે સી સંપટના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર આર.કે.ઓઝા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડા, સર્વે પ્રાંત અધિકારીઓ અને ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં પંચની માર્ગદર્શિકાના પાલન સાથે મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુચારૂ આયોજનના ભાગરૂપે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા મતગણતરી પૂર્વે યોજાયેલી સમીક્ષા બેઠકમાં સાત વિધાનસભા બેઠકના તમામ મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને ચૂંટણી કામગીરી સાથે સંકળેલા અધિકારીઓ અને કર્મચારીઓને જિલ્લા ચૂંટણી અધિકારીએ આર.ઓ. લેવલે કોમ્પ્યુટરાઈઝ રિઝલ્ટ તૈયાર કરવાની કામગીરી, ફાઈલીંગની કામગીરી, એનકોર ઓનલાઈન એન્ટ્રીની કામગીરી, રાઉન્ડવાઈઝ ઉમેદવારોને મળેલા મતો જાહેર કરવાની કામગીરી, મતગણતરીની વીડિયોગ્રાફી, સીસીટીવી કંટ્રોલરૂમની કામગીરી, મતગણતરી પુરી થયા બાદ ઈ.વી.એમ. વીવીપેટ મશીનો જિલ્લા કક્ષાના સ્ટ્રોંગરૂમમાં મુકવાની કામગીરી, વીજપુરવઠો જળવાઈ રહે તે માટેની કામગીરી, આરોગ્ય વિભાગ દ્વારા એમ્બ્યુલન્સ અને સાધનો સાથેની મેડિકલ કીટ ઉપલબ્ધ કરવાની કામગીરી, મીડિયા સેલની કામગીરી, માઈક્રો ઓર્બ્ઝવર મતગણતરી સુપરવાઈઝર અને પોસ્ટલ બેલેટની ગણતરી અંગેની તાલીમ, મતગણતરી સ્ટાફ, ઉમેદવારો, ચૂંટણી એજન્ટ અને મતગણતરી એજન્ટના વાહનોની પાર્કિંગની વ્યવસ્થા, બિલ્ડિંગમાં તેમજ પાર્કિંગમાં પીવાના પાણી સહિતની સુવિધા તેમજ સ્વચ્છતા અંગે જરૂરી નિર્દેશ આપ્યા હતા મતગણતરીની કામગીરીમાં નિમણૂક પામેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓએ મતગણતરીના દિવસે સવારે ૫ કલાકે મતગણતરી સ્થળે હાજર થવાનું રહેશે ચૂંટણી પંચની સૂચના અનુસાર મતગણતરી કેન્દ્ર ખાતે મોબાઈલ ફોન પર કડક પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાથી કોઈપણ અધિકારી કે કર્મચારી મોબાઈલ ફોન તથા અન્ય વસ્તુ સાથે લાવી શકશે નહી. જે બાબતે વિશેષ કાળજી રાખવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષકએ ભાર મુક્યો હતો જિલ્લા પોલીસ અધિક્ષકએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ પાર્કિંગ બાબતે પણ જરૂરી સૂચનો કર્યા હતા.