સુરેન્દ્રનગર પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી તરફના માર્ગ પર બાવળોનું સામ્રાજય, હટાવવા માંગ

તા.31/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીઆઈડીસીના અનેક માર્ગો બિસમાર હાલતમાં છે ત્યારે જીપીસીબી કચેરી તરફ જતા માર્ગ પર બંને સાઇડમાં નાના મોટા બાવળોના ઝુંડો ઉગી નીકળતા પસાર થતા લોકો પરેશાન બન્યા છે જ્યારે પ્રદૂષણની કચેરી પણ જાણે બાવળોમાં ઢંકાઇ જતી હોય તેવી ઘાટ સર્જાયો છે સુરેન્દ્રનગર વઢવાણનો વિસ્તાર દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે જીઆઈડીસીમાં પણ અનેક લોકો રોજીરોટી કમાવવા માટે દરરોજ આવજા કરી રહ્યા છે પરંતુ જીઆઈડીસીના કેટલાક માર્ગો હજુ પણ બિસ્માર હાલતમાં છે ત્યારે કરોડોના ખર્ચે બનેલી જીપીસીબી કચેરી તરફ જવાનો માર્ગોપર ખાડાઓ સાથે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આટલી મુશ્કેલીઓ ઉછી હોય તેમ આ રસ્તાઓની બંને બાજુ દિવસે દિવસે નાના મોટા બાવળોના ઝુંડો વધી રહ્યા છે આ રસ્તા ઉપરની બંને સાઇડોમાં બાવળોના કાંટાઓની કળતા હોવાથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકોને વાહનો પણ સ્લીપ ખાવાની સાથે ઇજાઓ પહોંચતી હોવાની રાવ ઉઠી છે રાત્રિના સમયે એક તો આ માર્ગ પર અંધારૂં રહેતું હોવાથી બાવળો પણ દેખાતા ન હોવાથી ઇજાઓ થઇ રહી છે ઉપરાંત બાવળોના કારણે કચેરી પણ દેખાતી નથી આથી જવાબદાર તંત્ર દ્વારા આ માર્ગો પરના બંને બાજુના બાવળોનું કટિંગ કરાવી રસ્તો સમતળ બનાવાય તેવી લોકમાંગ ઊઠી હતી.