JETPURRAJKOT

જેતપુર તાલુકાના રબારીકા ગામના ખેડૂતને વીજ કરંટ લાગતા મોત

તા.૧૬ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જેતપુર તાલુકાના રબારીકા ગામે રહેતા વૃધ્ધને પોતાની વાડીએ પાણી વાળવા જતા વીજ વાયરને અડી જતા અકસ્માતે વિજ કરંટ લાગતા મોત નિપજ્યું હતું પોલીસે તપાસ હાથ ધરી.

બનાવની વિગતો મુજબ તાલુકાના રબારીકા ગામે રહેતા માણસુરભાઈ ચાંપરાજભાઈ ગુલીયા જાતે. કાઠી (ઉ.વ.65) નામના વૃદ્ધ ખેડૂત પોતાની વાડીએ વિજ કરંટ લાગતા તેનું મોત નીપજ્યું છે. આજે વહેલી સવારે માણસુરભાઈ પોતાની મેવાસા રોડ પર આવેલ વાડીએ પાણી વાળવા જતા ઈલેકટ્રીક વાયરને અડી જતા વીજ કરંટ લાગી જવાથી તેનું સ્થળ પર મોત નિપજ્યું પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સીવીલ હોસ્પીટલે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button