AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ “પાયલોટ ડે” ની ઉજવણી કરવામાં આવી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

સમગ્ર ગુજરાત રાજ્યમાં  108 એમ્બ્યુલન્સ દ્વારા ઇમરજન્સી સેવાઓ પૂરી પડવામાં આવે છે.ત્યારે 108 એમ્બ્યુલન્સ વિભાગ દ્વારા “પાયલોટ ડે”  ની ઉજવણી ના ભાગરૂપે  ડાંગ જિલ્લામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં EMRI અને 108 એમ્બ્યુલન્સ ના કર્મચારીઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા.26 મી મે ને 108 એમ્બ્યુલન્સ “પાયલોટ ડે” તરીકે ઉજવણી કરે છે.

આજરોજ ડાંગ જિલ્લાના આહવા ખાતે પાયલોટ ડે નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.જે કાર્યક્રમમાં અમદાવાદના 108નાં ફંકશનલ હેડ આશિષ મુલે અને નરેશ પટેલની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી.રાજ્યભરમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈમરજન્સી સેવાઓ 24 કલાક આપવામાં આવતી હોય છે. જ્યારે 26મી મેના રોજ 108 ની સેવા અને ઇએમઆરઆઇ આઈ ગ્રીન હેલ્થ સર્વિસ ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ ધરાવે છે.તેથી જ 26મી મેનો દિવસ કટોકટી સમયે જિંદગી બચાવનાર પાયલોટને સમર્પિત કરવામાં આવેલ છે.પાયલોટ દિવસ નિમિત્તે કાર્યક્રમમાં GVK ઇ.એમ.આર.આઇ. અંતર્ગત ચાલતી વિવિધ સેવાઓના આશરે 300 જેટલા કર્મચારીઓને ઓનેસ્ટી, એક્ઝેમ્પલેરી, કેએમપીએલ 108, બેસ્ટ કેસ એવોર્ડ, એમ્બી મોમેન્ટ્સ સહિતના એવોર્ડઝ એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ વિપરીત સ્થિતિઓમાં તેમણે બજાવેલી કામગીરીની સરાહના કરી તેમને બિરદાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નવસારી, વલસાડ ડાંગનાં પ્રોગ્રામ હેડ,યુનિયન પ્રોગ્રામ મેનેજર તેમજ સુરત ના પ્રોગ્રામ મેનેજર અને 108 ના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

[wptube id="1252022"]
Back to top button