MORBIMORBI CITY / TALUKO

મોરબી: રહેણાક મકાનમાં જુગાર રમતા નવ ઝડપાયા

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન પી.એ.ઝાલા ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ. એચ.એ.જાડેજા એ પ્રોહી જુગારની બદી પર અંકુશ લાવવા સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી સીટી એ ડીવી પોસ્ટે ના પો.હેડકોન્સ ચકુભાઇ કરોતરા તથા કિશોરભાઇ મિયાત્રા ને ખાનગીરાહે હકિકત મળેલ કે મોરબી મહેન્દ્રપરા શેરીનં.૫ રહેતા જયસુખભાઇ લવજીભાઇ પરમાર રહે.મોરબી મહેન્દ્રપરા શેરીનં.૫ વાળા પોતાના રહેણાક મકાનમાં બહાર થી માણસો ભેગા કરી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉધરાવી જુગારનો અખાડો ચલાવતા હોય જેથી હકિકત આધારે રેઇડ કરતા નવ ઇસમોને ગંજીપતાના પાના પૈસા વડે જુગાર રમતા રોકડ રૂ.૩૧,૨૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા આરોપી વિરુધ્ધ ગુન્હો રજી કરી કાર્યવાહી કરેલ

આરોપી (૧) જયસુખભાઇ લવજીભાઇ પરમાર ઉ.વ.૫૨ રહે.મોરબી મહેન્દ્રપરા શેરીનં.૫ (૨) આનંદભાઇ જયસુખભાઇ પરમાર, ઉ.વ.૩૦ રહે.મોરબી મહેન્દ્રપરા શેરીનં.૫ – (૩) જયંતીભાઇ મુળજીભાઇ ભડસોલ ઉ.વ.૬૮ રહે.મોરબી મહેન્દ્રપરા શેરીનં.૪ (૪) નિલેષભાઇ ચંદુભાઇ જોષી ઉ.વ.૪૨ રહે.મોરબી વાવડી ગાયત્રીનગર શેરીનં.૫
(૫) ઇમરાનભાઇ મામદભાઇ કચ્છી ઉ.વ.૪૨ રહે.મોરબી સીપાઇવાસ વાણંદશેરી (૬)રાજેશ સુભાષભાઇ ચૌબે રહે.મોરબી મહેન્દ્રપરા શેરીનં.૧૪ મુળરહે.જૈસોલી તા.જી.ગોપાલગંજ ભાર (૭)મેહુલભાઇ નારણભાઇ પરમાર ઉવ.૩૧ રહે.મોરબી દલવાડી સર્કલ પાસે સરકારી આવાસ યોજનાના મકાનન,બી,૧૦ (૮)ગોપાલભાઇ જેઠાભાઇ ભોજાણી ઉ.વ.૪૦ રહે.મોરબી રવાપર ગામ બોનીપાર્ક કેશવ એપાર્ટમેન્ટ બ્લોકનં ૬૦૩ (૯) દેવીસિંહ સંગ્રામસિંહ જાડેજા ઉ.વ.૪૪ રહે.મોરબી માધાપર અંબીકારોડ વાળ ને પકડી પાડી ઘોરણસર કાયૅવાહી હાથ ધરી…

[wptube id="1252022"]
Back to top button