DHRANGADHRASURENDRANAGAR

ધાંગધ્રાના નરાળી ગામે જુગાર રમતા સાત ઈસમોને રૂ.10,900 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા.

તા.24/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિત અને તાલુકા ઇન્ચાર્જ પીઆઇ એન એચ ચુડાસમા દ્વારા તાલુકા પંથકમાં જુગાર ઉપર અંકુશ રાખવા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પો.કો. સંજય પાઠક નાઓને નરાળી ગામે વિરમભાઈ મેલાભાઈ કોળીના મકાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ ઇન્ચાર્જ પીઆઈ, એન એચ ચુડાસમા,હે.કો. કુલદીપસિંહ ઝાલા, વિક્રમભાઈ રબારી, સંજય પાઠક, વિભાભાઈ, નરેશભાઈ ભોજિયા,સહીત ટિમ સાથે રેડ કરતાં નરાળી ગામે જાહેર પટમાં પૈસાની હારજીતનું જુગાર રમતા આરોપી ભરતભાઇ બળદેવભાઇ ધામેચા, હકાભાઇ સોંડાભાઇ રાણીવાડીયા, ચંદુભાઇ રણછોડભાઇ મુલાડીયા, સંજયભાઇ મગનભાઇ મકવાણા, મનસુખભાઇ બાજુભાઇ ઝીઝુંવાડીયા, કાળુભાઇ રાજાભાઇ ઝાપડા, રાકેશભાઇ સાદુળભાઇ ધામેચા સહીતને કુલ રોકડા રૂપિયા 10,900ના મુદ્દામાલ ગણીને તમામ સાત આરોપીને પકડી પાડીને જુગાર ધારા મુજબનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી તાલુકા પોલીસે હાથ ધરી હતી.

[wptube id="1252022"]
Back to top button